________________
સમાધિ-સાધના
૧૬૧ દેહ કર્મકૃત સર્વવિકારે તે જડ, ચેતન આપ અહો ! જડ ચેતન એ ભિન્ન કરે તે ભેદજ્ઞાન મુજ ઉરે રહે. ૧૦
જે જ્ઞાનવડે જડ એવા દેહ અને દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા તેથી આત્મામાં ઉત્પન્ન થતા સર્વ વિકારે, વિભાવે, ફેરફારને, ચૈતન્ય સ્વરૂપ આત્માથી સાક્ષાત્ ભેદ પડે, પડદો ખસે, શુદ્ધાત્માને અંશ અનુભવ પ્રગટે તે ભેદજ્ઞાન. અંતરમાં સબોધ પરિણામ પામતાં જડ અને ચૈતન્ય બંનેને સાવ જુદાં જ જાણવારૂપ આત્મજ્ઞાન જાગૃતિ વર્તે તે ભેદજ્ઞાન. ૧૦
સ્વકીય શુદ્ધ ચિપની પ્રાપ્તિ, તપ કે શ્રુત અભ્યાસી જને, કઈ ક્યાંય પણ કદી ન લહે વિષ્ણુ ભેદજ્ઞાન, શ્રમ વ્યર્થ ગણે. તૃણ રાશને અગ્નિ દહે તેમ ભેદજ્ઞાની ક્ષણમાં કરતા, ચિપઘાતક કર્મસમૂહને નાશ, સ્વરૂપ મુક્તિ વરતા. ૧૧-૧૨
અનેક પ્રકારનાં તપ અને શાસ્ત્રાભ્યાસમાં રત એવા મેક્ષાથી જનેમાં પણ ભેદજ્ઞાન વિના પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કઈને ક્યાંય કદી પણ થઈ નથી.
જે કોઈ ભવમુકિત વર્યા, તે ભેદજ્ઞાન બળે ખરે, ભવબંધને જે જે ફયા તે ભેદજ્ઞાન વિના અરે !
–શ્રીમદ્ અમૃતચંદ્ર આચાર્ય : સમયસાર કળશ દેહ અને આત્માના ભેદને જાણનાર ભેદજ્ઞાની મહાપુરુષે તૃણના ઢગને અગ્નિની માફક આત્માના સ્વરૂપને ઘાત કરનાર કર્મના સમૂહને ક્ષણમાં ક્ષય કરી દે છે, ક્ષણે ક્ષણે કરી રહ્યા છે. ૧૧-૧૨ સર્વ શાસ્ત્રમાં નિપુણ અહે! મતિમાન ચો ચિકૂપ યદા, ભાવે ભેદવિજ્ઞાન ભાવના એક અખંડિત મને સદા;
૧૧