________________
૧૫૪
સમાધિ-સાધના
થાય છે. માટે તે સસુખના ઘામરૂપ પુરુષને ત્રિકાળ નમન હ! નમન હે! એવા પ્રત્યક્ષ જ્ઞાનીના ગે લૌકિક સુખ દુઃખરૂપ સમજાઈ, તેમાંથી રુચિ વિરામ પામી સત્સંખની સાચી અભિલાષા જાગૃત થઈ કૃતકૃત્યતાને માર્ગ ગ્રહણ થાય છે.
જગતમાં પ્રાયે સર્વ જીવે અમૂલ્ય સમયને વ્યર્થ ગુમાવી દે છે. માત્ર વિરલા જ પુરુષે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે ઉદ્યમવંત થઈ સમયને સદુપયોગ કરી આત્મહિત સાધી રહ્યા છે.
રાજકથા, સ્ત્રીકથા, ભોગકથા અને દેશકથા એ ચાર વિકથામાં જ કેટલાક સમયને વ્યર્થ ગુમાવી રહ્યા છે. કેટલાક ઇંદ્રિય વિષયમાં પ્રેમ, કળા, કીર્તિ, ધનપ્રાપ્તિ આદિની - ચિંતામાં વખત વ્યર્થ બૅઈ રહ્યા છે. કેટલાક સંતાન ઉત્પત્તિના ઉપાયમાં, કેટલાક પશુ, વૃક્ષ, પક્ષી, ગાય, બળદ, આદિ પાળવામાં, કેટલાક અન્યની કરી સેવા કરવામાં, કેટલાક નિદ્રા, કીડા,ઔષધ આદિમાં, અને કેટલાક દેવ અને મનુષ્યનાં મનોરંજન કરવામાં કે દેહને પિષણ કરવામાં બધે વખત ગુમાવી દે છે.
માત્ર કેઈક મહાભાગ્ય, ઘણું જ અલ્પ જીવે સત્સ્વરૂપની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરી રહ્યા છે. સર્વ તેની પ્રાપ્તિ માટે પ્રવર્તી શકતા નથી. માટે સસ્વરૂપની પ્રાપ્તિ અત્યંત દુર્લભ જાણી, મુમુક્ષુઓ તે તે પ્રાપ્ત કરવાના આ અપૂર્વ અલભ્ય અમૂલ્ય અવસરને સફળ કરી લેવામાં પ્રમાદ કરતા નથી. ૧૬
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે. તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? આવા અમૂલ્ય મનુષ્યપણને એક સમય પણ પરવૃત્તિએ જવા દે યોગ્ય નથી અને કંઈ પણ તેમ થયા કરે છે, તેને ઉપાય કંઈ