________________
સમાધિ-સાધના
૧૫૩
સ્થાન અપ
આ ચિંતવન, ભકિમ
ઉલમાં જ
પરમાત્મદશાને જ ખરી રીતે હૃદયમાં સ્થાન અપાય છે. સપુરુષનું સ્મરણ, ચિતવન, ભક્તિ, સ્તુતિ, ગુણગ્રામ કે સત્યુરુષમાં જ વૃત્તિની તલ્લીનતા એ શુદ્ધ આત્મસ્વરૂપમાં જ તલીનતાનું કારણ છે. કારણ કે સત્પરુષ શુદ્ધ આત્મા જ છે.
માટે જ્ઞાની પુરુષને પિતાના હૃદયમંદિરમાં બિરાજમાન કરનાર, તેમનું ધ્યાન કરનાર, આરાધના કરનાર, મહાભાગ્ય મુમુક્ષુઓ પરિણામે ભેદજ્ઞાનને પામી અભુત અરૂપી નિરંજન પરમાત્મદશામય સિદ્ધિસુખે પરિપૂર્ણ નિજ નિર્મળ સહજાત્મસ્વરૂપને, શાશ્વત શાંતિને પામી પરમકૃતાર્થ થાય છે.
ભેદવિજ્ઞાનથી આત્મજ્ઞાન, આત્મઅનુભવ પ્રગટે છે.
જ્યાં સુધી ભેદવિજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી પોતાને આત્મા પરથી ભિન્ન અનંતસુખનું ધામ છે, સાચું સુખ પિતાના આત્મામાં જ છે, એવી સમજણ કે પ્રતીતિ દૃઢ થતી નથી. અને તેથી તેની પ્રાપ્તિ માટે સતત પુરુષાર્થમાં પ્રવર્તાતું નથી.
જ્યાં સુધી સહજ, સ્વાભાવિક, નિર્મળ, સ્વાધીન, સ્વતંત્ર, સંતોષમય, પરમતૃપ્તિકારક, નિરાકુલતામય, નિત્ય, અવિનાશી, અતપ્રિય આત્મિક સુખની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી જ જીવને સંસારમાં પરાધીન, આકુળતામય, તૃષ્ણવર્ધક અને ક્ષણભંગુર એવાં ઇંદ્રિયસુખ રમ્ય અને પ્રાપ્ત કરવા યોગ્ય જણવાથી તે તરફ નિરંતર તેની દેડ ચાલુ રહે છે.
આમક સુખથી પરિપૂર્ણ આત્મજ્ઞાની મહાપુરુષના સમાગમ મુમુક્ષુ જીવને સસુખની સહજે પ્રતીતિ થતાં તે અવળી દેડ છૂટી જઈ, સસુખ સન્મુખ સવળ પુરુષાર્થ જાગૃત