________________
૧૫૨
સમાધિ-સાધના
૫. ભેદવિજ્ઞાન ભાવના (૩) (શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણીમાંથી)
| શિખરિણી अहं भ्रान्तः पूर्व तदनु च जगत् मोहवशतः परद्रव्ये चितासततकरणादाभवमहो । परद्रव्यं मुक्त्वा विहरति चिदानंदनिलये
निजद्रव्ये यो वै तमिह पुरुषं चेतसि दधे ॥ પરવ્યોની સતત ચિંતના, કરી મેહવશ અહો! અપાર! ભયે પૂર્વથી આ ભવ સુધી હું જગતજીવ પણ તે જ પ્રકાર ચિદાનંદમંદિર નિજદ્રવ્ય, જે વિહરે કરીને પરત્યાગ; આતમરામી પુરુષ હવે હું, ચિત્ત ધરું કરી પ્રેમ અથાગ ૧૩
અહો! આશ્ચર્ય ! અનાદિકાળથી સંસારમાં ભેદવિજ્ઞાનના અભાવે દેહ, સ્ત્રી, પુત્રાદિ પરદ્રવ્યોની જ સતત ચિંતા કરતાં મેહવશે, ભ્રાંતિથી, હું આજ સુધી ભમે. જગત પણ તે જ પ્રકારે ભ્રમમાં ભૂલ્યું છે! હવે આ પરિભ્રમણથી થાકેલે, તેથી નિવર્તવાની ઈચ્છાવાળે હું, જે મહાત્મા ભેદજ્ઞાનના બળે પદ્રવ્યને ત્યાગ કરીને શુદ્ધ જ્ઞાનાનંદના મંદિરરૂપ પિતાના શુદ્ધ સ્વતંત્ર આત્મદ્રવ્ય, સહજાન્મસ્વરૂપમાં સદા વિહાર કરી રહ્યા છે, વિલાસ કરી રહ્યા છે, એવા આત્મારામ જ્ઞાની પુરુષને મારા હૃદયમાં અપૂર્વ પ્રેમે ધારણ કરું છું. તેના આશ્રયે મારા આત્માને શોધું છું, સદા શુદ્ધ પવિત્ર બનાવું છું.
પ્રગટ આત્માનંદની મૂર્તિરૂપ જ્ઞાની પુરુષને ચિત્તમાં ધારણ કરવાથી તેમને પ્રગટેલા અપૂર્વ આત્મિક ગુણે, અપૂર્વ ભેદવિજ્ઞાન, આત્મઅનુભવ, અચિંત્ય આત્મઐશ્વર્યમય શુદ્ધ