________________
સમાધિ-સાધના
૧૫૧
પણ કરનારા કરે છે
કરના થરના
તે વખતે પરમ એકાગ્રતા ધારણ કરવાથી તે ગી પિતાના આત્મામાં કેવળ પિતાના આત્માને જુએ છે, અને તેથી બાહ્ય પદાર્થો હોવા છતાં તેને આત્મા સિવાય બીજું કાંઈ દેખાતું નથી.
અહંકાર અને મમકાર આદિ ભાવેને નાશ કરીને જે વખતે આ આત્મા એકાગ્રતાથી આત્માને જુએ છે તે વખતે તે અનેક એકઠાં કરેલાં પાપનો નાશ કરે છે, તથા આગામી કાળનાં કર્મોને સંવર પણ કરે છે.
ગુરુના ઉપદેશને ગ્રહણ કરીને શાંત ચિત્ત વડે ધ્યાન કરનાર આ અનંત શક્તિવાળે આત્મા મુક્તિ અને ભક્તિ બંનેને પ્રાપ્ત કરે છે.
તે સમયે આ મુક્તાત્મા ન તે મહિત બને છે અને ન તે સંશય કરે છે. ન તે સ્વાર્થ પ્રતિ મૂકે છે એટલે કે ન તે રાગ કરે છે, અને ન તે દ્વેષ કરે છે. કિંતુ પ્રત્યેક ક્ષણે સ્વસ્થ જ રહે છે.
તે સમયે તે પ્રભુ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળ સંબંધી સમસ્ત ય પદાર્થોને તથા પોતાના સ્વરૂપમાં સ્થિર પિતાના આત્માને દેખતાં અને જાણતાં ઉદાસીનપણે રહે છે.
કદી નાશ ન થનાર આ મુક્તાત્મા મુક્તાવસ્થામાં અતીન્દ્રિય અનંત જ્ઞાનમય અનંત દર્શનમય અનંત વીર્યમય તૃષ્ણ રહિત અને નાશ રહિત એવા અનંત સુખને અનુભવ કરે છે.
આ સંસારમાં ચક્રવર્તીને જે સુખ છે, તથા સ્વર્ગમાં દેવને જે સુખ છે, તે પરમાત્માઓને (મુક્તાત્માઓને ) જે સુખ છે તે સુખની એક કળા સમાન પણ નથી.