________________
સમાધિ–સાધના
ભવિષ્યમાં પણ ચૈતન્યરૂપે જ રહેશે, અને આજે પણ જે ચૈતન્યરૂપ છે એવા ચૈતન્યસ્વરૂપ ચિદ્રવ્યમય હું છું.
૧૫૦
આ સંસાર સ્વયં ન તા ઇષ્ટ છે અને ન તા અનિષ્ટ છે કિંતુ ઉપેક્ષા કરવા યાગ્ય અર્થાત્ ઇષ્ટ-અનિષ્ટતા રહિત ઉદાસીનતા કરવા ચૈાગ્ય છે. માટે હું પણ કોઈથી રાગ કે કાઈથી દ્વેષ કરતા નથી, પરંતુ હું સ્વયં ઉપેક્ષા કરવાવાળા ઉદાસીનરૂપ છું.
શરીરાદિક મારાથી બિલકુલ ભિન્ન છે. અને તત્ત્વથી જોતાં હું પણ શરીરાદિથી કેવળ જુદો છું. હું તેના કંઈ પણ નથી તેમ તે મારાં કંઈ પણ નથી.
આ પ્રકારે સારી રીતે નિશ્ચય કરીને, અન્ય સર્વેથી આત્માને ભિન્ન માનીને, હું મારા ભાવાને આત્મામય કરી લઉં છું. આત્મા સિવાય અન્ય કંઈ પણ પરનું ચિંતવન કરતા નથી.
આ આત્મા સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમતાસ્વરૂપ છે. માટે સર્વ પદાર્થને જાણતાં દેખતાં છતાં પણ જે ઉદાસીનતા, મધ્યસ્થતા, વીતરાગતા છે, તે ચૈતન્યસ્વરૂપ છે તે વીતરાગસ્વરૂપ શુદ્ધ આત્માના આત્માવડે જ હું ભવ્ય, અનુભવ કરા.
આ મારા આત્મા કર્મજનિત સર્વ રાગાદિ ભાવાથી ભિન્ન છે, જ્ઞાનસ્વભાવવાળા છે, ઉદાસીન છે. એવા પેાતાના આત્માને પેાતાના આત્માવડે જુએ, દેખા.
જેમ વાયુ રહિત પ્રદેશમાં રહેલા દ્વીપક કંપાયમાન થતા નથી, સદાય નિશ્ચલ રહે છે, તેમ પેાતાના આત્મામાં તદ્દીન થયેલા યાગી એકાગ્રતાને કદી છેડતા નથી.