________________
સમાધિ-સાધના
૧૪૯ શરીર અન્ય છે. હું અન્ય છું. હું ચૈતન્ય સ્વરૂપ છું. શરીર જડ છે, શરીર અનેકરૂપ છે, હું એક અખંડ છું. શરીર નાશ પામનાર છે. હું કદી નાશ પામનાર નથી, અક્ષય છું.
સંસારમાં જડ અચેતન દેહાદિક છે તે હું નથી. હું છું તે અચેતન નથી. હું તે જ્ઞાનસ્વરૂપ છું. મારે કેઈ નથી. કેઈને હું નથી.
આ સંસારમાં શરીર મારું છે, હું એને સ્વામી છું એ શરીર સાથેને સ્વસ્વામિત્વને સંબંધ તથા બનેમાં એકપણને ભ્રમ એ સર્વ કર્મને સંબંધથી છે, વાસ્તવિક રૂપથી નથી.
જીવાદિ સર્વ દ્રવ્યોના યથાર્થ સ્વરૂપને જાણનાર આ મારે આત્મા પિતાના આત્મા વડે પોતાના આત્મામાં પિતાના આત્માને જોતાં બીજી સર્વ વસ્તુઓમાં ઉદાસીન થયા છે, થાય છે.
હું સત્ દ્રવ્ય છું. ત્રિકાળ અસ્તિત્વવાળું સર્વોત્તમ ચિત તત્ત્વ હું છું. હું ચૈતન્ય સ્વરૂપ છું. જ્ઞાતા દ્રષ્ટા છું. સર્વદા ઉદાસીન, મધ્યસ્થ, વીતરાગ છું. મારે આત્મા મારું શરીર છે. અર્થાત્ હું આત્મા માત્ર છું. શરીરથી સર્વથા ભિન્ન છું અને આકાશની માફક અરૂપી છું. | સ્વરૂપ આદિ ચતુષ્ટયથી એટલે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી હું સદા અસ્તિત્વરૂપ છું અને પર ચતુષ્ટયરૂપથી હું સદા નાસ્તિત્વરૂપ છું.
જે શરીરાદિ જડ પદાર્થ ન તે કદી ચૈતન્યસ્વરૂપ છે, ન કદી પહેલાં ચૈતન્યસ્વરૂપ હતા, અને ન કદી ભવિષ્યમાં ચૈતન્યરૂપ થશે એવા શરીરાદિ જડસ્વરૂપ હું નથી.
જે પહેલાં પણ આવી જ રીતે ચૈતન્યરૂપ હતું, જે