________________
૧૪૮
સમાધિ-સાધના
સાધનરૂપ શુદ્ધ ઉપગી શુદ્ધાત્મા સહજાત્માને અમારા ભાવ નમસ્કાર છે.
મુનિ આગમરૂપી ચક્ષુવાળા છે, સર્વ સંસારી જીવ ઇંદ્રિયરૂપી ચક્ષુવાળા છે. દેવે અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે, અને સિદ્ધ પરમાત્મા સર્વતઃ જેનાર જાણનાર કેવળજ્ઞાન દર્શન ચક્ષુવાળા છે.
આ લેકમાં જેને સિદ્ધાંતના જ્ઞાન પૂર્વક સમ્યગ્દર્શનરૂપ યથાર્થ વૃષ્ટિ નથી તે તેને સંયમ નથી એમ શ્રુત કહે છે. જેને સંયમ નથી તેને મુનિપણું ક્યાંથી હોઈ શકે? અર્થાત્ ન જ હોય.
ગૃહસ્થ કે મુનિની ચર્યાયુક્ત જે પુરુષ આ ભગવાનના ઉપદેશને સમજે છે, તે ચેડા કાળમાં સિદ્ધાંતના રહસ્યભૂત પરમાત્મભાવને પામે છે.
૪. ભેદવિજ્ઞાનભાવના (૨)
(શ્રી તરવાનુશાસનમાંથી) મેહને નાશ કરવા માટે તથા બાહ્ય ચિંતાઓ દૂર કરવા માટે અને એકતાની સિદ્ધિ કરવા સર્વથી પ્રથમ આત્માની ભાવના ભાવવી જોઈએ.
હું ચૈતન્ય છું, અસંખ્યાત પ્રદેશેવાળ અને મૂર્તિરહિત અર્થાત્ અરૂપી છું. હું શુદ્ધ આત્મા છું. સિદ્ધ સ્વરૂપ છું. જ્ઞાનદર્શન લક્ષણવાળો છું. - હું દેહાદિરૂપ અન્ય નથી, અને દેહાદિરૂ૫ અન્ય તે હું નથી. હું અન્યને નથી, અન્ય મારું નથી. અન્ય અન્ય જ છે અને હું તે હું જ છું. અન્ય અન્યનું જ છે, હું મારે જ છું.