________________
સમાધિ-સાધના
૧૪૭.
છે તેવી જ રીતે હું પણ સ્વભાવથી એટલે પિતાના આત્મિક ભાવ વડે સકલ ગેય પદાર્થોને જાણવાવાળા એવા મારા આત્માને, સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન જાણીને, પરવસ્તુમાં મમત્વબુદ્ધિને તજી દઉં છું. તથા સ્વરૂપમાં નિશ્ચલ થઈને, નિર્મમતા, વીતરાગ ભાવમાં સ્થિર થાઉં છું
આ મારું સ્વરૂપ અનાદિ કાળથી પરદ્રવ્યથી ભિન્ન સચ્ચિદાનંદસ્વરૂપ હોવા છતાં અજ્ઞાનવશે, મેહરશે, મેં તેને યથાર્થ જાણ્યું નહીં. હવે મેં તેને જેમ છે તેમ યથાર્થ જાણી લીધું છે. તેથી અપ્રમાદી થઈ તે સ્વરૂપને સ્વીકાર કરું છું. અને સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન, સમ્યફચારિત્રથી અખંડ સુખમાં વિરાજમાન સાક્ષાત્ સિદ્ધસ્વરૂપ ભગવાન મારો જે આત્મા તેને ભાવ નમસ્કાર કરું છું. તથા જે અન્ય મુક્તાત્માઓ તે પરમાત્મભાવને પામ્યા છે તેમને પણ મારા પરમભક્તિથી ભાવ નમસ્કાર હો !
શુદ્ધ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપ શુદ્ધ ઉપયોગયુક્ત અવ્યાબાધ સુખમાં રક્ત એવા અરિહંત, સિદ્ધ, યાવતું સાધુ પરમેષ્ઠીઓને વારંવાર નમોનમઃ
પરમ વીતરાગ ભાવને પામેલા મેક્ષના સાધક પરમ યેગીશ્વર એવા શુદ્ધ સહજાત્મા છે. તેને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતારૂપ સાક્ષાત્ મેક્ષમાર્ગરૂપ મુનિપણું કહ્યું છે. તે જ શુદ્ધોપયેગી મોક્ષસાધક મુનીશ્વરને દર્શન અને જ્ઞાન કહ્યું છે. તે જ શુદ્ધાત્માને નિરાવરણ અનંત જ્ઞાન સુખ વીર્ય સહિત નિર્મળ મેક્ષ અવસ્થા પણ છે. તે જ શુદ્ધ મોક્ષ સાધન ટકેલ્કીર્ણ પરમ આનંદ અવસ્થામાં સ્થિરતારૂપ નિરાવરણ દશાને પ્રાપ્ત પરબ્રહ્મરૂપ સાક્ષાત્ સિદ્ધ છે. તેવા મેક્ષના