________________
સમાધિ-સાધના
પદાર્થોના પારને પામેલા છે, અસંદેહ, સંદેહ રહિત છે, એવા મહામુનિ કેવલી કયા પદાર્થોનું ધ્યાન કરે છે ?
૧૪૬
ઇંદ્રિયાથી અતીત થયેલા, ખીજાઓને ઇંદ્રિયજ્ઞાનગમ્ય નહીં એવા, સમસ્ત ઘાતિયાં કર્મોથી રહિત અને સર્વાંગ પરિપૂર્ણ આત્માના અનંત સુખ અને અનંત જ્ઞાન એ બેથી પૂર્ણ એવા કેવલી ભગવાન ઉત્કૃષ્ટ આત્મિક સુખનું ચિંતવન અર્થાત્ એકાગ્રતાથી અનુભવ કરે છે.
શુદ્ધ આત્માની પ્રાપ્તિ એ જ મેાક્ષમાર્ગ છે.
ઉપર પ્રમાણે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ, શુદ્ધ આત્મપ્રવૃત્તિરૂપ માક્ષમાર્ગમાં પ્રવર્તતા એવા જિના, એટલે જીત્યા છે રાગદ્વેષ આદિ કર્મશત્રુએ જેણે એવા તદ્ભવ મેક્ષગામી મુનિવરા, અરિહંતા, એકાદ એ ભવમાં મેક્ષે જનાર મુનિએ, શુદ્ધ અવસ્થાને પામેલા પરમ મુક્ત સિદ્ધ ભગવંતા, તે સર્વને તથા તે શુદ્ધાત્માની પ્રવૃત્તિરૂપ અનુભવસ્વરૂપ મેાક્ષમાર્ગને દ્રવ્ય ભાવરૂપ નમસ્કાર હા ! જે તીર્થંકરો કે કેવલી ભગવંતા કે અન્ય મુનિએ મેક્ષે ગયા છે તે કેવલ શુદ્ધ આત્માની પ્રવૃત્તિરૂપ મેાક્ષમાર્ગને પામીને જ મુક્ત થયા છે. શુદ્ધાત્માના અનુભવ વિના બીજો કાઇ મેાક્ષમાર્ગ નથી. એ જ અલૈંદ્રિય મેાક્ષમાર્ગ છે. તેથી જે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવર્તમાન એવા સહજાત્મસ્વરૂપ સિદ્ધ પરમેષ્ઠી તથા તે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિમયી અનુભવરૂપ મેાક્ષમાર્ગ તેને પરમ ભક્તિથી નમસ્કાર હા.
પૂર્વે જે મહાપુરુષો મુક્ત થયા છે તે શુદ્ધાત્માની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવથી થયા છે. તેથી તે પ્રકારે એટલે જેમ તે મહાપુરુષોએ સ્વરૂપને જાણીને શુદ્ધાત્માને અનુભવ કર્યો