________________
સમાધિ-સાધના
૧૪૫
જ આકુળતા રહિત સ્વાધીન આત્મિક સુખ અવશ્ય પ્રગટે છે. માટે મેહની ગાંઠ દૂર થવાથી અવિનાશી સુખ પામવારૂપ ફળ પમાય છે.
જે પુરુષ મેહરૂપ મેલને ક્ષય કરીને, વિષયથી વિરક્ત થઈને મનને બાહ્ય વિષમાંથી રેકીને પિતાના સહજ ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્ર નિશ્ચલ ભાવમાં સ્થિર થાય છે તે પુરુષ ટેકેલ્કીર્ણ નિજ શુદ્ધ જીવ દ્રવ્યનું ધ્યાન કરનાર થાય છે.
આત્મા સર્વ કાળ પુદ્ગલની વચમાં એકક્ષેત્રાવગાહરૂપે હેવા છતાં પુદ્ગલિક દ્રવ્ય કર્માદિને ગ્રહણ કરતું નથી, કે છેડતા નથી કે નિશ્ચયથી તેને કરતે નથી.
હું શુદ્ધાત્મા છું, શરીરાદિ પરદ્રવ્ય હું નથી તથા શરીરાદિક પરદ્રવ્ય મારાં નથી. હું પરમાત્મા સમસ્ત પરભાવથી રહિત એક જ્ઞાનસ્વરૂપ જ છું. એવા પ્રકારે જે ભેદવિજ્ઞાની જીવ એકાગ્રતારૂપ ધ્યાનમાં, સમસ્ત મમત્વ ભાવથી રહિત થઈને, મગ્ન થાય છે, પોતાના આત્મસ્વરૂપનું ચિતવન કરે છે, તે પુરુષ આત્માનું ધ્યાન કરનાર થાય છે. તે જીવ નિશ્ચયનયના શુદ્ધ કથનથી મોહને દૂર કરીને, શરીરાદિ પરભાવો મારા નથી, હું તેને નથી, એવી ભાવનાથી પરમાં સ્વામીપણાની બુદ્ધિ છેડીને શુદ્ધ જ્ઞાનમાત્ર પોતાનું સ્વરૂપ જાણું અંગીકાર કરે છે, બાહ્ય વસ્તુઓથી ચિત્તને હઠાવીને, સમસ્ત સંકલ્પ વિકલ્પ ત્યાગીને, અન્ય ચિંતાને રેકી દે છે, તે જીવ એકાગ્રતારૂપ ધ્યાનમાં મગ્ન બને છે, ત્યારે શુદ્ધાત્મા થાય છે. તેથી સિદ્ધ થયું કે શુદ્ધ નયના અવલંબનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે.
જેણે અત્યંત દૃઢ બદ્ધ ઘાતિયાં કર્મને નાશ કર્યો છે, પ્રત્યક્ષ સાક્ષાત્ સમસ્ત પદાર્થોને જે જાણે છે, સર્વ શેય ૧૦
પુરૂષ આત્માને
દૂર કરીને શરીરમાં સ્વામી