________________
૧૪૪
સમાધિ-સાધના
એ સર્વ સંગજન્ય પદાર્થો છે, આત્મા ને એમને સંબંધ ત્રિકાળવાર્તા અવિનાશી નથી. કેવળજ્ઞાન દર્શન સ્વરૂપ શુદ્ધ જીવ અવિનાશી વસ્તુ છે. શરીરાદિક ભાવ છે તે પરદ્રવ્ય છે, આત્માથી ભિન્ન છે અને અશુદ્ધતાનું કારણ છે. તે આત્માનાં કંઈ સંબંધી નથી અને વિનાશી છે, જ્યારે આત્મા તે અનાદિ અનંત છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે, સદા સિદ્ધ સ્વરૂપ છે, જ્ઞાનદર્શનમયી છે અને ઘુવ છે. માટે હું શરીરાદિ અનિત્ય વસ્તુને અંગીકાર કરતા નથી. શુદ્ધ આત્માને જ અંગીકાર કરું છું.
જે અણુવ્રતી ગૃહસ્થ કે મુનીશ્વર પૂર્વોક્ત રીતિથી પિતાને આત્મસ્વરૂપને ધ્રુવ જાણુને સર્વથી ઉત્કૃષ્ટ શુદ્ધાત્મા બની પરમાત્માને એકાગ્રતાથી ધ્યાવે છે તે વિશુદ્ધાત્મા મેહની અનાદિની ગાંઠને ભેદી નાખે છે, દૂર કરી દે છે.
જે પુરુષ શુદ્ધ અવિનાશી આત્માના સ્વભાવને પ્રાપ્ત થાય છે, અર્થાત્ તે સ્વભાવમાં રમણ કરે છે તેને શુદ્ધાત્મભાવ પ્રગટ થાય છે. ત્યાર પછી અનંત ચૈતન્ય શક્તિ સહિત પરમાત્માને જાણવારૂપ એકાગ્ર ધ્યાન પ્રાપ્ત થાય છે, માટે ગૃહસ્થ કે મુનિ જ્યારે નિશ્ચલ થઈને સ્વરૂપનું ધ્યાન કરે છે ત્યારે અનાદિ બંધવાળી મેહની ગાંઠને ખેલી દે છે, માટે શુદ્ધાત્માની પ્રાપ્તિનું ફળ મોહગ્રંથિનું ખુલી જવું તે છે.
જે પુરુષ મેહની ગાંઠને દૂર કરીને મુનિ અવસ્થામાં ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં પ્રીતિ-અપ્રીતિભાવને છોડીને સુખદુઃખમાં સમાન વૃષ્ટિવાળા થાય છે તે સમબુદ્ધિ પુરુષ અવિનાશી અતિક્રિય આત્મિક મેક્ષસુખને પામે છે. આ મેહગ્રંથિ દૂર થવાથી આત્મા રાગદ્વેષરહિત થાય છે. જ્યાં રાગદ્વેષને અભાવ થાય છે ત્યાં સુખદુઃખમાં સમાન ભાવ થાય છે અને ત્યાં