________________
સમાધિ-સાધના
૧૪૩
નથી. તેથી યથાશક્તિ શરીરને કષ્ટ આપવાને અભ્યાસ રાખી મુમુક્ષુએ આત્માની ભાવના ભાવવી જોઈએ. ૧૦૨
શરીરાદિ પરપદાર્થોમાં શ્રેષ્ઠપણાની બુદ્ધિ છે, તથા તેમાં હું, મારું મનાયું છે એ મિથ્થામતિ છે. એ જ સંસારનાં દુઃખની જનની, ઉત્તિનું કારણ છે. તેને તજી દેવાને માર્ગ આ સમાધિશતકથી જાણીને જે તે મિથ્યામતિ, દેહાત્મબુદ્ધિ, દેહાધ્યાસ તજી દે છે તે આત્મજ્ઞાની પરમાત્મસ્વરૂપમાં તલ્લીન થઈ કેવળજ્ઞાનરૂપ દિવ્ય તિમય અનંત આત્મિક સુખને પામી સિદ્ધ, બુદ્ધ, પરમાત્મપદને પામી કૃતાર્થ થાય છે. ૧૦૫
૩. મેહવિજ્ઞાનભાવના (૧)
( શ્રી પ્રવચનસારમાંથી) આત્મા અવિનાશી ઘુવ તેમજ પિતાની વસ્તુ છે, માટે એ જ ગ્રહણ યોગ્ય છે.
ભેદવિજ્ઞાની મારા આત્માને આ માનું છું. મારે આત્મા પરભાવથી રહિત નિર્મળ શુદ્ધ છે, નિશ્ચલ એકરૂપ ધ્રુવ છે, દર્શનમયી છે, અતીન્દ્રિય સ્વભાવી મહાન પદાર્થ છે, પિતાના સ્વરૂપમાં નિશ્ચલ હેવાથી અચળ છે, પરદ્રવ્યોના અવલંબનથી રહિત સ્વાધીન હોવાથી અનાલંબ છે. એ પ્રકારે ટેકેલ્કીર્ણસ્વરૂપ મારે આત્મા છે.
મારે આત્મા અવિનાશી દુવ છે. તે માટે તે સિવાય બીજી વસ્તુ અંગીકાર કરવા યંગ્ય નથી.
ઔદારિકાદિ પાંચ શરીર, ધન ધાન્યાદિક, સુખદુઃખનાં કારણ પાંચ ઇંદ્રિયના વિષયે અથવા શત્રુ મિત્ર આદિ લોક