________________
સમાધિ-સાધના
૧૫૫
વિશેષે કરી ગષવા ગ્ય છે. જ્ઞાની પુરુષને નિશ્ચય થઈ અંતભેદ ન રહે, તે આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એમ જ્ઞાની પિકારી ગયા છતાં કેમ કે ભૂલે છે ?”
-શ્રીમદ્ રાજ્યેત્
માલિની છંદ
તન મન વચને હું શુદ્ધ ચિદ્રપ સેવું, અનુભવું સ્મરું ગાઉં ભક્તિથી નિત્ય ધ્યાવું, સહજ સ્વરૂપ ધ્યાને કાર્યકારી ક્રિયા જે, વિમલ મતિ ભજે સૌ ધ્યાનસિદ્ધ તજે તે. ૧૭–૧૮
હું શુદ્ધ ચિદ્રપ સહજાન્મસ્વરૂપ છું એમ સર્વદા ક્ષણે ક્ષણે વાણીથી બેલું, ગાઉં, ધૂન લગાવું, શરીરથી શુદ્ધ ચિદ્રપને અનુભવ કરું, હૃદયથી, મનથી તેને જ પ્રતિસમય સ્મરણ રટણ દ્વારા સેવું. એમ મન વચન કાયા ત્રણેથી એક શુદ્ધ સહજ આત્મસ્વરૂપને જ સમયે સમયે ભજું. અને પ્રાપ્ત થયેલ અમૂલ્ય યોગને એક સમય પણ ચિદ્રપના સ્મરણ વગર વ્યર્થ ન ગુમાવું. ૧૭
સારી નિર્મળ બુદ્ધિવાળા વિચક્ષણ મતિમાને તે જે ઈ પણ ક્રિયા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં કારણરૂપ બને તે સર્વને પ્રથમ ભજે છે, અને શુદ્ધ આત્માના ધ્યાનની સિદ્ધિ થતાં અર્થાત્ શુદ્ધ આત્મધ્યાનમાં એકાગ્ર થતાં તે સર્વ કિયાને તજે છે. ૧૮
જેમ શરીરના અવયવરૂપ આંગળી આદિથી શરીરને વિચાર, લક્ષ, સ્પર્શ, અનુમાન કરાય છે તેમ શુદ્ધ ચિદ્રપના અવયવ જે મતિજ્ઞાન આદિ છે તેનાથી તેનું સ્મરણ, ધ્યાન કરવું જોઈએ.