________________
સમાધિ-સાધના
૧૩૭
હે આત્મન ! સર્વ જગતનાં તમને પ્રકાશવાને અનુપમ દીપક સમાન, ઉપાધિરહિત, પરમાનંદમય અને પરમ મુનિઓને ભેદજ્ઞાનથી પ્રગટ એવા આત્માને તે પોતાના આત્માવડે અનુભવ કર.
૨. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે
(શ્રી “સમાધિશતકમાંથી) જેણે આત્માને આત્મારૂપે જાયે, સાક્ષાત્ અનુભવ્યું, અને આત્માથી ભિન્ન એવાં શરીરાદિકને અન્યરૂપે, પુદ્ગલરૂપે જાણ્યાં, તેમણે એ ભેદવિજ્ઞાનના બળે, શુદ્ધ આત્માની ભાવના ભાવતાં આત્મધ્યાનમાં લીન થઈ અક્ષય અનંત કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી અને અનંતજ્ઞાન દર્શન સુખ અને વીર્યસ્વરૂપ અનંત ચતુષ્ટયથી વિરાજિત થઈ શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ ભગવાન બન્યા. તે સિદ્ધ પરમાત્માને નમસ્કાર હો ! ૧
સંસારનું, સંસારનાં સમસ્ત દુઃખનું મૂળ કારણ દેહ એ જ આત્મા એવી દેહમાં આત્માપણાની બુદ્ધિ એ છે. માટે એ દેહાત્મબુદ્ધિ, દેહાધ્યાસ, દેહમમત્વ તજીને તથા બાહ્ય પ્રવર્તતી ઇંદ્રિયને રેકીને, વિષયેથી વિરક્ત થઈને, અંતરંગમાં પ્રવેશ કરે જોઈએ, અંતરાત્મામાં સ્થિર થવું જોઈએ. ૧૫
નિશ્ચયવૃષ્ટિથી, તત્તવૃષ્ટિથી, બધસ્વરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ મારા આત્માને અંતરંગમાં જોતાં, વૃત્તિ તેમાં લીન થતાં રાગ દ્વેષ આદિ વિભાવે તરત જ ક્ષય થઈ જાય છે. તેથી કંઈ પણ મારે શત્રુ નથી તેમ કેઈ પણ મારે મિત્ર નથી. એમ સર્વ પ્રત્યે સમભાવ પ્રગટે છે. ૨૫