________________
૧૩૬
સમાધિ–સાધના
सर्वसंगविनिर्मुक्तः संवृताक्षः स्थिराशयः । धत्ते ध्यानधुरां धीरः संयमी वीरवर्णिताम् ॥
જે મહાત્મા સર્વ સંગથી રહિત છે, ઇંદ્રિના વિજયી છે અને સ્થિર ચિત્તવાળા છે તે ધીર, વીર, સંયમી, શ્રી મહાવીર ભગવાને વર્ણવેલી ધ્યાનરૂપ ઘુરાને ઘારણ કરી શકે છે. सकलविषयबीजं सर्वसावद्यमूलं
नरकनगरकेतुं वित्तजातं विहाय । अनुसर मुनिवृन्दानन्दि संतोषराज्य
मभिलषसि यदि त्वं जन्मबन्धव्यपायम् ॥ હે આત્મન ! જે તે સંસારરૂપ બંનેને નાશ કરવા ઈચ્છતા હોય તે સર્વ વિષયેનું મૂળ, સર્વ પાપોનું બીજ અને નરકનગરની ધ્વજારૂપ પરિગ્રહના સમૂહને ત્યાગ કરઅને મુનિગણને આનંદકારી એવા સંતેષરૂપી રાજ્યને અંગીકાર કર.
आशा जन्मोग्रपङ्काय शिवायाशाविपर्ययः । इति सम्यक् समालोच्य यद्धितं तत्समाचर ॥
સંસારના પદાર્થોની આશા સંસારરૂપ ઊંડા કાદવમાં ફસાવનાર છે. આશાને ત્યાગ મોક્ષને દેનાર છે. એમ સારી રીતે વિચારીને જેથી હિત થાય તેવું આચરણ કર.
निःशेषक्लेशनिर्मक्तममूर्त परमाक्षरम् । निष्प्रपञ्च व्यतीताक्षं पश्य स्वं स्वात्मनि स्थितम् ॥
હે આત્મન ! તું તારામાં સ્થિત, સર્વ લેશોથી રહિત, અમૂર્તિક, પરમ ઉત્કૃષ્ટ, અવિનાશી, નિર્વિકલ્પ અને અતીન્દ્રિય એવા તારા જ આત્મસ્વરૂપને અનુભવ કર. તેને જે. એ જ નિશ્ચય ચારિત્ર છે.