________________
સમાધિ-ભાવના ૧. ભેદજ્ઞાન વડે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ
( શ્રી “જ્ઞાનાર્ણવ માંથી) विरम विरम संगान मुञ्च मुञ्च प्रपंचं विसृज विसृज मोहं विद्धि विद्धि स्वतत्त्वं । कलय कलय वृत्तं पश्य पश्य स्वरूप कुरु कुरु पुरुषार्थ निर्वृतानन्दहेतोः ॥
હે આત્મન ! સર્વ સંગ, પરિગ્રહથી વિરામ પામ, વિરામ પામ, જગતના પ્રપંચોનો ત્યાગ કર, ત્યાગ કર. મેહને તજી દે, તજી દે. આત્મતત્વને બે પામ, બેઘ પામ. ચારિત્રને અભ્યાસ કર, અભ્યાસ કર. પોતાના આત્મસ્વરૂપ તરફ દૃષ્ટિ કર, દૃષ્ટિ કર. અને મોક્ષસુખના અનંત આનંદ માટે પુરુષાર્થ કર, પુરુષાર્થ કર.
अतुलसुखनिधानं ज्ञानविज्ञानबीजं विलयगतकलङ्घ शान्तविश्वप्रचारम् । गलितसकलशङ्कं विश्वरूपं विशालं
भज विगतविकारं स्वात्मनात्मानमेव ॥
હે આત્મન્ ! તું અનંતસુખસમુદ્ર, જ્ઞાન, કેવળજ્ઞાનનું બીજ, કલંકરહિત, નિર્વિકલ્પ, નિઃશંક, જ્ઞાન અપેક્ષાએ વિશ્વવ્યાપી, મહાન અને નિર્વિકાર એવા પિતાના આત્માના શુદ્ધસ્વરૂપને પિતાના આત્માવડે ભાજ, તેનું જ ધ્યાન કર.