________________
૧૩૪
સમાધિ-સાધના
દારિદ્ર દુઃખ ભગવાસીતણું ટળે ના, બેધિ સમાધિ વિણ શાંતિ ખરી મળે ના. ૧૪ ઘારે અગતિ વિષે પડતાં જીવોને, સ્થાપે નરેન્દ્ર અમરેન્દ્ર મુનીન્દ્ર સ્થાને નિગ્રંથ ધર્મ અતિ દુર્લભ ઘર્મદાતા, જ્ઞાની ગુરુ વચન શાંતિ સુધા પ્રદાતા. ૧૫ આ ભાવના ભવવિનાશિની ભવ્ય ભાવે, વૈરાગ્ય જ્ઞાન તણી શક્તિ અતિ જગાવે; તે તત્વષ્ટિ અનુભૂતિ અપૂર્વ પામે, શાંતિ સમાધિપ્રદ સિદ્ધિપદે વિરામે. ૧૬