________________
સમાધિ-સાધના
૧૩૩
મૃત્યુ જરા વિવિધ વ્યાધિ નિહાળ દેહે, દુર્ગધપૂર્ણ મળમૂત્ર વિષે શું માહે ? સૌંદર્ય એ શરીરનું ગતતેજ લાગે, જે તત્ત્વવૃષ્ટિ ઉરમાં અતિ તીવ્ર જાગે. મિથ્યાત્વ અવત પ્રમાદ કષાય યોગે, કર્મોતણે સતત આસવ કેણ રેકે ? જ્ઞાનાદિ આત્મધન આસવથી લુટાયે, ઐશ્વર્યહીન જીવ દીન સમે જણાયે. ૧૦ શુદ્ધાત્મભાવ શુચિ સ્વાનુભવે સદાયે, કર્મોતણે સકલ આસવ દૂર થાય; સૌ કર્મ આગમન રેકી સ્વદ્રવ્ય રક્ષે, જ્ઞાની સુસંવર બળે મન એક લશે. ૧૧ પૂર્વે કરેલ કરમે ક્રમથી ખરે છે, ઈચ્છાનિધિ તપથી સમતા ઝરે છે; તે નિર્જરા મન વસી ભવ તે તરે છે, મુક્તિ પ્રિયા પ્રિયસખી દુઃખ સૌ હરે છે. ૧૨
ઉત્તિ નાશ ધ્રુવતાયુત સર્વ દ્રવ્યો, વ્યાપેલ લેક મહીં ભાળી ભૂલે ન ભવ્યા; જે દ્રવ્યવૃષ્ટિ થકી લેક સમસ્ત ભાળે, પર્યાય વિકૃતિ વિષેથી વિમેહ ટાળે. ૧૩ શુદ્ધાત્મબોધ પ્રતીતિ, સ્થિતિ, રત્નપ્રાપ્તિ, અત્યંત દુર્લભ ભ ન લહી કદાપિ