________________
૧૩૦
સમાધ-સાધના
આ ત્રણ લેકમાં ભેગ કે મોક્ષનું એવું કેઈ કારણ નથી કે જેને ધર્માત્મા પુરુષ ધર્મના સામર્થ્યથી પામી ન શકે. અર્થાત્ ધર્મને સામર્થ્યથી સમસ્ત મને વાંછિત પદને પામે છે.
જેના ચિત્તમાં ઘર્મ જ એક શરણભૂત છે તેનાં ચરણકમળની પક્તિમાં ઇંદ્રગણ પણ નમ્રીભૂત મસ્તક વડે નમસ્કાર
ઘર્મ ગુરુ છે, મિત્ર છે, સ્વામી છે, બાંધવ છે, હિત છે, અને ધર્મ જ નિષ્કારણ અનાથેની પ્રીતિપૂર્વક રક્ષા કરનાર છે. આ પ્રાણુને ધર્મ વિના બીજું કઈ શરણ નથી.
આ ધર્મ, નરકસ્થાનેની નીચે જે નિમેદસ્થાન છે તેમાં પડતા ત્રણ જગતને ધારણ કરે છે, અવલંબન આપીને બચાવે છે તથા જીવને અતીન્દ્રિય સુખ પણ આપે છે.
ધર્મનું સમસ્ત સામર્થ્ય સારી રીતે કહેવાને સહસ્ત્ર મુખવાળા નાગેન્દ્ર પણ આ ભૂતળમાં સમર્થ નથી.
તત્વના યથાર્થ જ્ઞાનથી રહિત મિથ્યાવૃષ્ટિ ધર્મ ધર્મ એમ કહે તે છે, પરંતુ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણતા નથી, કારણ કે તે વસ્તુપરીક્ષામાં અસમર્થ છે. નામ માત્રથી ધર્મ ધર્મ એમ તે કહે છે પરંતુ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણ્યા વિના સત્ય પરીક્ષા ક્યાંથી હોઈ શકે? એ પરીક્ષા પરમાગમથી થઈ શકે છે.
રત્નત્રયરૂપ ધર્મનું મૂળ સમ્યકત્વ છે. આ સમ્યક્ત્વ સર્વ રત્નમાં મહારત્ન છે. સર્વ યોગોમાં ઉત્તમ વેગ છે. સર્વ ઋદ્ધિઓમાં મહા અદ્ધિ છે. અધિક શું કહેવું ?