________________
સમાધિ-સાધના
૧૨૯
બોધિ આપકા ભાવ હે, નિશ્ચય દુર્લભ નાહિ; ભવમેં પ્રાપતિ કઠિન હૈ, યહ વ્યવહાર કહાહિ.
૧૨ ધર્મદુલભ ભાવના ઘર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે બારમી ધર્મદુર્લભ ભાવના.
ઘર્મને જ પ્રસાદ વડે કરી આ ઐય, સ્થાવર જંગમમય સચરાચર વિશ્વ શેભી રહ્યું છે. ધર્મ જ આ લેક તથા પરલેકને વિષે પ્રાણીઓનું હિત કરનાર છે. ધર્મથી જીવે સર્વ કાર્યો સિદ્ધ કરી લે છે. ઘર્મો જ પિતાના તેજ બળે કરી પાપરૂપ વિટંબનાને નાશ કરી નાખે છે. એવા છે. એવા દયાવંત ધર્મરૂપ વિભુ-પ્રભુને મારા ભક્તિભાવે પ્રણામ હો ! ધર્મ એ આ જગતમાં કલ્પવૃક્ષ છે.
એ ધર્મરૂપી કલ્પવૃક્ષને મારા નમસ્કાર છે કે જે ધર્મથી સકળ જગત પવિત્ર કરાય છે, તથા જગતને ઉદ્ધાર કરાય છે તથા જે દયાથી આÁ છે.
લક્ષમી સહિત ચિંતામણિ, દિવ્ય નવ નિધિ, કામધેનુ અને કલ્પવૃક્ષ એ સર્વ ધર્મને ચિરકાળથી કિકર, સેવક છે. ઘર્મ જીને ચક્રવર્તી, ધરણેન્દ્ર તથા દેવેન્દ્રો દ્વારા વાંછિત તેમજ ગેલેક્યપૂજ્ય તીર્થંકરની લક્ષમીને આપે છે.
ઘર્મ, કષ્ટ સમયે સમસ્ત જગતના ત્રસ સ્થાવર જીની રક્ષા કરે છે અને સુખરૂપી અમૃતના પ્રવાહથી સમસ્ત જગતને તૃપ્ત કરે છે.
-