________________
૧૨૮
સમાધિ-સાધના
આમ સર્વમાં દુર્લભદુર્લભ રત્નત્રયને જાણીને તેને વિષે પરમ આદર કરે.
सुलभमिह समस्तं वस्तुजातं जगत्यामुरगसुरनरेन्द्रः प्राथितं चाधिपत्यं । कुलबलसुभगत्वोद्दामरामादि चान्यत् किमुत तदिदमेकं दुर्लभं बोधिरत्नम् ।।
આ જગતમાં સમસ્ત વસ્તુસમૂહ પામ સુલભ છે. તથા ધરણેન્દ્ર, નરેન્દ્ર, સુરેન્દ્રો દ્વારા પ્રાર્થના કરવા યોગ્ય અધિપતિપણું પણ સુલભ છે. કારણ કે એ સર્વ કર્મોને ઉદયથી મળે છે. તથા ઉત્તમ કુળ, બળ, સુભગત, સુંદર સ્ત્રી, આદિ સમસ્ત પદાર્થ સુલભ છે. કિંતુ જગપ્રસિદ્ધ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યફચારિત્રરૂપ બધિરત્ન પામવું અત્યંત દુર્લભ છે.
પરમાર્થથી વિચારતાં જે વસ્તુ પરાધીન હોય તે પામવી દુર્લભ છે. પણ સ્વાધીન હોય તે તે પામવી સુલભ છે. આ બોધિ (રત્નત્રય) આત્માને સ્વભાવ છે, સ્વાધીન સંપત્તિ છે. જે પિતાના સ્વરૂપને જાણ્યું તે પિતાની જ પાસે છે. તેથી તે દુર્લભ નથી. પરંતુ આત્મા જ્યાં સુધી પિતાના સ્વરૂપને જાણે નહીં ત્યાં સુધી તે કર્માધીન છે. એ અપેક્ષાએ પિતાને બોધિસ્વભાવ પામે દુર્લભ છે; અને કર્મકત બીજા સર્વ પદાર્થ પામવા સંસારમાં સુલભ છે. એવા બધિરનને જે ભાગ્યને પામ્યા તે પ્રમાદને વશ થઈ તેને ગુમાવી ન દેવાય તે માટે અવશ્ય જાગૃતિ રાખવી ગ્ય છે.