________________
૧૨૬
સમાધિ-સાધના જેમાં જીવાદિ પદાર્થો દેખીએ તે લેક, જીવ, પુગલ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યોથી લેક ભરપૂર છે. એ છયે દ્રવ્યો ઉતારવ્યયઘવતા સહિત છે. એ છ દ્રવ્યોમાં આપણે આત્મા એક જીવદ્રવ્ય છે. તેનું સ્વરૂપ યથાર્થ જાણીને, અન્ય પદાર્થોથી મમતા છોડીને આત્મભાવના ભાવવી એ પરમાર્થ છે.
જે પુરુષ સગુરુએ કહેલા તવને જાણીને તેને અચળ ભાવે ગ્રહણ કરે છે તથા સદા તેની ભાવના કરે છે તે શુદ્ધાત્મ તત્ત્વને પામે છે. આ લેકમાં સર્વત્ર કંચન અને કામિનીનું સામ્રાજ્ય છે. સૌ કેઈ વિષય અને કષાયમાં નખથી શિખ સુધી ડૂબેલા છે. જે કઈ આ વિષય કષાયની વૃત્તિ શાંત કરી, ઉપશાંત થઈ, લેકનું સ્વરૂપ ધ્યાવે છે તે કર્મપુજને નાશ કરી એ જ લેકના શિખામણિ બને છે.
જે પુરુષ લેકમાં વ્યાપેલાં છ દ્રવ્યના યથાર્થ સ્વરૂપને જાણુને તે સર્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અપ્રતિબદ્ધ થઈ નિજસ્વરૂપને ભાવે, અનુભવે તેની લેકભાવનાનું ચિંતવન કાર્યકારી થાય છે. તે મહાભાગ્ય કર્મોને નાશ કરીને લેકશિખર પર જઈ બિરાજે છે અને ત્યાં અનંત અનુપમ બાધારહિત સ્વાધીન જ્ઞાનાનંદસ્વરૂપ આત્મિક સમાધિ સુખને અનંતકાળ પર્યત ભેગવે છે.
લકસ્વરૂપ વિચારકે, આતમરૂપ નિહારિ, પરમારથ વ્યવહાર મુણિ, મિક્યાભાવ નિવારિ.
૧ જાણીને