________________
સમાધિ– સાધના
૧૨૫
જે સાધક આ શરીરને મમત્વ, મેહને ઉપજાવનારું, વિનાશી તથા અશુચિમય વિચારે છે તથા દર્શન જ્ઞાન ચારિત્રને સુખનાં ઉપજાવનાર, નિર્મળ અને નિત્ય માને છે તેને ઘણું નિર્જરા થાય છે.
જે પિતાના મિથ્યાત્વાદિ દોષની નિંદા કરે, અને ગુણવંત સમકિતી મહાપુરુષની સ્તુતિ કરે, બહુમાન કરે, મન ઇંદ્રિયોને જીતીને સ્વરૂપમાં તલ્લીન થાય, સ્વરૂપપરાયણ થાય તેને ઘણું નિર્જરા થાય છે.
ઉપરોક્ત નિર્જરાનાં કારણોમાં જે સાધક પ્રવર્તે તેને જન્મ સફળ છે, તેને પાપકર્મની નિર્જરા થાય છે, પુણ્યકર્મને અનુભાગ વધે છે અને તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે.
જે સાધક સમતા, વીતરાગતાજનિત સુખમાં લીન થઈને વારંવાર શુદ્ધ ઘનિધાન, શુદ્ધચિકૂપ નિજ સહજાત્માનું ( પરમાત્માનું) સમરણ કરે, ધ્યાન કરે તે ઇંદ્રિય અને કષાયનો જય કરનાર મહાત્મા પરમ નિર્જરા કરે છે. ઇંદ્રિય અને કષાયને નિગ્રહ કરી પરમ વીતરાગ ભાવરૂપ આત્મધ્યાનમાં લીન થાય છે તેને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે.
પૂર્વ બાંધે કર્મ જે, ખરે તબળ પાય; સો નિર્જરા કહાય હે, ધારે તે શિવ જાય.
૧૦. લોકસ્વરૂપ ભાવના લેકસ્વરૂપનું ઉત્પત્તિ સ્થિતિ વિનાશ સ્વરૂપ વિચારવું તે દશમી લકસ્વરૂપ ભાવના.
लोक्यन्ते दृश्यन्ते जीवाद्याः पदार्था यत्र स लोकः ।