________________
૧૨૨
સમાધિ-સાધના
સ્વપર દેહલું અશુચિ લખિ, તજે તાસ અનુરાગ, તાકે સાચી ભાવના. સો કહિયે વડભાગ,
૭, આસવભાવના રાગદ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ આદિ સર્વ આસવ છે એમ ચિતવવું તે સાતમી આસવ ભાવના.
મન વચન કાયાની ક્રિયાને યોગ કહેવાય છે અને આ યુગને જ તત્ત્વવિશારદો આસવ કહે છે. કર્મનું આગમન તે આસવ, શુભ અને અશુભ કે પુણ્ય અને પાપ બે પ્રકારે છે. | સર્વ જીવ પ્રત્યે પ્રિય વચન બોલવું, અપ્રિય કટુક વચન બોલનાર દુર્જન પ્રત્યે પણ ક્ષમા રાખવી, સર્વમાંથી ગુણ ગ્રહણ કરવા, ઈત્યાદિ મંદ કષાયથી પુણ્યસવ થાય છે.
પિતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષના દોષ જેવા, તેમના અવર્ણવાદ બલવા, દીર્ઘ કાળ સુધી વેરભાવ ઘારી રાખવે, ઈત્યાદિ તીવ્ર કષાયથી પાપાસવ થાય છે.
આમ જાણીને પણ જે ત્યાગવા ગ્ય મિથ્યાત્વ, કષાય આદિને ત્યાગ કરતા નથી તે જીવને આસવ ભાવનાનું ચિંતન નિષ્ફળ જાય છે.
જે મુમુક્ષુ ઉપશમ ભાવમાં, સમભાવમાં લીન થઈને, મેહકર્મના ઉદયથી થતા સર્વ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ગરૂપ અ ને હેય જાણુને તેને તજી દે છે, તેને આસવભાવના સફળ થાય છે.
આતમ કેવળજ્ઞાનમય, નિશ્ચય દૃષ્ટિ નિહાર, સબ વિભાવ પરિણામમય, આસવભાવ વિવાર.