________________
સમાધિ–સાધના
ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૃત સ્નેહી સ્વજન કે, ના ગાત્ર કે શાત ના,
ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેાહ અજ્ઞાત્વના, રે ! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.
૧૨૧
૬. અશુચિ ભાવના
આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણુ છે, રાગ જરાને રહેવાનું ધામ છે. એ શરીરથી હું ન્યારો છું એમ ચિંતવવું, તે છઠ્ઠી અશુચિભાવના.
હાડ માંસ રુધિર આદિ દુર્ગન્ધમય સાત ધાતુઓના અપવિત્ર એવા આ દેહ પવિત્ર એવાં ચંદન, કપૂર, કસ્તૂરી, પુષ્પાદિ સુગંધી દ્રવ્યોને પણ તે દેહના સંગ થતાં જ દુર્ગંધયુક્ત બનાવી દે છે; તેમ જ રાગ પીડા જરા મરાદિ દુઃખાનું ધામ બને છે મનુષ્યાને તેથી વિરક્ત થવા જ વિધિએ મનુષ્યેાના દેહ આવા બનાવ્યો છે, એમ લાગે છે. છતાં મનુષ્ય તેવા અપવિત્ર પેાતાના કે સ્રી આદિના દેહમાં અનુરક્ત થાય છે એ ખરેખર સખેદ આશ્ચર્ય છે !
આવા અશુચિમય દેહને પ્રત્યક્ષ દેખતા છતાં આ જીવ તેમાં અનુરાગ કરે છે. પૂર્વે કદી ન મળ્યો હોય એમ માનીને તેના આદર કરે છે, તેને સેવે છે. આ માટું અજ્ઞાન છે.
જે ભવ્ય જીવ પર દેહ, જે સ્ત્રી આદિના દેહ, તેમાં વિરક્ત થઈને નિજ દેહને વિષે અનુરાગ કરતા નથી, અને આત્મસ્વરૂપમાં સુરક્ત રહે છે, તટ્વીન રહે છે, તેમની અશુચિ ભાવના સાર્થક છે.
ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ, કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.