________________
૧૨૦
સમાધિ–સાધના
વસ્તુતત્વ વિચારવાથી, સ્વપરને વિવેક કરવાથી, તને સુંદર સમતા અમૃતરસ પ્રાપ્ત થશે. તે તે સમતારૂપી અમૃતરસ પ્રાપ્ત કરી એક તું તેને સ્વાદ લે. તને બહુ આનંદ થશે, તેથી અવર્ણનીય સુખરસ તું પામીશ. વિષય સુખ તે ક્ષણિક છે. આ અવર્ણનીય સુખ શાશ્વત અવ્યાબાધ છે. તે તેને તે પ્રાપ્ત કર.
એક જીવ પરજાય બહુ, ધારે સ્વપર નિદાન; પર તજી આપા જાનિકે, કરે ભવ્ય કલ્યાન,
૫. અન્ય ભાવના આ સંસારમાં કઈ કેઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વ ભાવના.
આ જીવ સંસારમાં દેહ ધારણ કરે છે તે પિતાથી અન્ય છે, માતા અન્ય છે, પુત્ર અન્ય ઊપજે છે. આ સર્વ કર્મસંગથી થાય છે.
એવી રીતે સર્વ બાહ્ય વસ્તુને આત્મા આત્મસ્વરૂપથી ન્યારી જાણે છે તેપણું, પ્રગટપણે જાણતાં છતાં પણ આ મૂઢ જીવ તે જ પદ્રવ્યને વિષે રાગ કરે છે એ મેટી મૂર્ખતા છે.
જે જીવ પોતાના સ્વરૂપથી દેહને પરમાર્થથી ભિન્ન જાણીને આત્મસ્વરૂપને સેવે છે, ધ્યાવે છે, તેને અન્યત્વ ભાવના કાર્યકારી છે.
અન્યત્વનું ચિંતવન કરતાં છતાં પણ જે યથાર્થ ભેદજ્ઞાન ન થયું, દેહથી પિતાને આત્મા તત્ત્વથી, પરમાર્થથી ભિન્ન છે એમ ન ભાસ્યું તે તે ચિતન નિરર્થક છે.