________________
સમાધિ-સાધના
૧૧૯
હે ભવ્ય ! તમે જીવને શરીરથી ભિન્ન સર્વ પ્રકારે ઉદ્યમ કરીને જાણે. જે જાણવાથી બાકી સર્વ પદ્રવ્ય ક્ષણમાત્રમાં તજવા યોગ્ય થાય છે. પિતાનું સ્વરૂપ જાણે તે સર્વ પરદ્રવ્ય હેય જ ભાસે.
રેગ કે મરણ કાળે સ્વજને માત્ર જોઈ રહે છે પણ રેગ કે દુઃખને લેશમાત્ર લેવાને કે ટાળવાને સમર્થ થતાં નથી એમ જાણવા છતાં આ જીવ તે બધાંમાંથી મમત્વ છોડતું નથી. પિતાનાં કરેલાં કર્મ પિતાને એકલાને જ ભેગવવાં પડે છે.
આપણે સાચે આત્મીય તે તે છે કે જે આપણને દુઃખમાંથી બચાવી સુખમાં લઈ જાય છે. તે તે રત્નત્રયરૂપ કે દશલક્ષણરૂપ ધર્મ જ એક એ છે કે જે જીવને ઉત્તમગતિ અને પ્રાંતે મેક્ષરૂપ અનંત સુખમાં લઈ જાય છે. માટે એકત્વ ભાવનાના ચિંતવનથી એ ધર્મમૂર્તિ નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ જ ઉપાસવા ગ્ય છે, યાવતું તેને પ્રાપ્ત કરી કૃતાર્થ થવા યંગ્ય છે.
ज्ञानदर्शनचरणपर्यवपरिवृत्तः परमेश्वरः ।
एक एवानुभवसदने स रमतामविनश्वरः ।। 1 અહો ! આ મારો આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર પર્યાયવાળે પરમેશ્વર છે. એ એક છે, એકલે છે, એને બીજા સાથે સંબંધ નથી, એનાં તે જ્ઞાન, દર્શન, ચારિત્ર જ છે. અને જ્ઞાનાદિ એશ્વર્ય સંપન્ન તે પરમેશ્વર છે. વળી તે અવિનાશી છે. આ મારે આત્મા અનુભવ ગૃહમાં આનંદ કરો.