________________
રામાધિ-સાધના
૧૨૩
આસ્રવ પંચ પ્રકારનું ચિંતવે તજી વિકાર, તે પાવે નિજરૂપકું, યહે ભાવના સાર.
૮. સંવર ભાવના જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહીં એમ ચિતવવું તે આઠમી સંવર ભાવના.
મિથ્યાત્વ આદિ પાંચ આસવને સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, કષાયજય અને કેગના અભાવથી રેકવા તે સંવર.
હે ભવ્ય ! ચિદાનંદમય, અનંત ગુણનું પાત્ર એવું જે - આત્મસ્વરૂપ, વસ્તુ છે તેનું રાગાદિ દેષરહિત ધર્મશુક્લ ધ્યાનમાં લીન થવું તેને તું ઉત્તમ ચારિત્ર જાણ.
જે સાધક વિષયોથી વિરક્ત થઈને મનને પ્રિય જે વિષયે તેનાથી આત્માને સદાય નિશ્ચયે સંવરરૂપ કરે તેને પ્રગટપણે સંવર હોય છે. ઇંદ્રિયો અને મનને વિષામાંથી રેકીને પિતાને શુદ્ધ સ્વરૂપમાં રમાવે તેને સંવર હોય છે.
सकलसमितिमूलः संयमोहामकाण्डः प्रशमविपुलशाखो धर्म पुष्पावकीर्णः । अविकलफलबन्धबन्धुरो भावनाभिजयति जितविपक्षः संवरोद्दामवृक्षः ॥
-શ્રી જ્ઞાનાર્ણવ ઈસમિતિ આદિ પાંચ સમિતિ જેનું મૂળ છે, સામાયિક આદિ પાંચ સંયમ જેનું થડ છે, પ્રશમરૂપ વિશાળ જેની શાખા (ડાળ) છે, ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મ જેનાં પુષ્પ