________________
૧૧૨
સમાધિ-સાધના
જન્મતે પણ નથી. માટે આત્માને રત્નત્રયનું શરણ લઈ ઉત્તમ ક્ષમાદિ ધર્મમાં જોડે એ જ પરમ શરણ છે, તે જ સંસારનાં કષ્ટોથી તેને બચાવી શકાય છે.
હે ભવ્ય ! તું પરમ શ્રદ્ધા વડે દર્શનજ્ઞાનચારિત્રરૂપ શરણને સેવન કર. કારણ કે સંસારમાં ભમતા જીવોને બીજું કઈ પણ શરણ નથી.
જે પિતાને ક્ષમાદિ દશલક્ષણ ધર્મરૂપ કે રત્નત્રય ઘર્મરૂપ પરિણમાવે તે શરણ છે અને જે તીવ્ર કષાયયુક્ત થાય છે તે પોતે પોતાને હણે છે.
પરમાર્થ વિચારીએ તે પોતે જ પોતાની રક્ષા કરનાર છે તથા ઘાત કરનાર છે. ક્રોધાદિકરૂપ પરિણામ કરે તે શુદ્ધ ચૈતન્યને ઘાત થાય છે અને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રમય રત્નત્રયરૂપ ધર્મમય પરિણામ કરે તે પોતાની રક્ષા થાય છે. એ ભાવનાથી જન્મમરણરહિત અવિનાશી પદ પમાય છે. સર્વશને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હશે.
૩. સંસારભાવના આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારે નથી. મેક્ષમયી છું એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના.
સંસારમાં કેવાં દુઃખે આ જીવે પૂર્વે ભગવ્યાં છે તે મૃગાપુત્ર પિતાને દીક્ષા લેવાને વારતાં પોતાનાં માતાપિતાને જણાવી સંયમ સ્વીકારવા જ દૃઢનિશ્ચયી બને છે.