________________
સમાધિ-સાધના
૧૧૧ સંસારમાં સ્ત્રીઓને સમાગમ આકાશમાં દેએ માયાથી રચેલ નગર સમાન ક્ષણવિનાશી છે. યુવાવસ્થા અને ધન આદિ મેઘપટલની માફક ક્ષણમાં વિણસી જાય તેવાં અનિત્ય છે. સ્વજન પુત્ર પરિવાર શરીર આદિ સર્વ વીજળી જેવાં ચપળ એટલે જોતજોતામાં ચાલી જાય એવાં ક્ષણિક છે. એમ સમસ્ત સંસાર ક્ષણિક જાણે. તેમાં નિત્યતાની બુદ્ધિ ન રાખે. વિદ્યુતુ લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ?
૨અારણ ભાવના સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કેઈ નથી. માત્ર એક શુભ ઘર્મનું જ શરણ સત્ય છે. એમ ચિંતવવું તે બીજી અશરણ ભાવના.
જે સંસારમાં ચકવતી નરેન્દ્રો કે ઈંદ્ર, હરિ, હર, બ્રહ્મા જેવા શક્તિશાળી દે પણ મૃત્યુના મુખથી બચી શક્યા નથી તે સંસારમાં કેણ કેનું શરણ થઈ શકે તેમ છે? આયુષ્ય પૂર્ણ થયે મરણ આવી પહોંચતાં મંત્ર, તંત્ર, ઔષધ, યક્ષ કે દેવ કઈ મરણથી બચાવે તેમ નથી.
આત્મા શરીરથી ભિન્ન વસ્તુ છે. શરીરની ઉત્તિથી તે ઉત્પન્ન થતું નથી તેમ શરીરના નાશથી તેને નાશ થત નથી. આત્મા તે સ્વર્ય અજર અમર શાશ્વત ત્રિકાળ ટકીને રહેનાર નિત્ય વસ્તુ છે. માટે શરીર છૂટે ત્યાં પિતાને નાશ થાય છે એમ માનવું તે અજ્ઞાન છે, મેહ છે. આત્માને મરણની ચિંતા વ્યર્થ છે. કારણ તે કદી મરતે નથી તેમ