________________
૧૧૦
સમાધિ-સાધના
૧. અનિત્યભાવના શરીર, વૈભવ, કુટુંબ પરિવાર આદિ સર્વ વિનાશી છે; જીવને મૂળ ધર્મ અવિનાશી છે. એમ ચિંતવવું તે પહેલી અનિત્ય ભાવના.
જે જે જમ્યા છે તે અવશ્ય મરવાના જ છે. યુવાની જવાની છે અને વૃદ્ધાવસ્થા આવવાની જ છે. મેઘપટલ પવનના ઝપાટાથી ક્ષણમાં વીખરાઈ જાય તેમ લક્ષ્મી, પરિવાર, ઘર, કુટુંબ, સ્વજનાદિ ક્ષણમાં વિણસી જવાનાં જ અને ઇદ્રિના વિષયે, શરીરની સુંદરતા આદિ સર્વ વીજળીના ઝબકારાની માફક જોતજોતામાં જતાં રહેવાના જ. સારી રીતે લાલન પાલન કરાયેલું શરીર પણ અવશ્ય ક્ષણમાં વિનાશ પામી જવાનું જ. ' હે ભવ્ય જી! તમે સર્વ વિષયને વિનાશી જાણુને મહામહને છોડીને પિતાના મનને વિષયથી રહિત કરે, કે જેથી ઉત્તમ સુખને પામે. - અનિત્ય ભાવનાનું ફળ એ છે કે સંસારના વિષયે સર્વ નાશવંત છે તેથી તેને મેહ, તેની અભિલાષા ત્યાગી દે. અને નિત્ય શાશ્વત એવા આત્મિક સુખની અભિલાષાથી શુદ્ધ આત્મસ્વરૂપને જ ઉપાસે, યાવત તેની પ્રાપ્તિ કરી કૃતાર્થ થાઓ !
मालिनी गगननगरकल्पं संगम वल्लभानां जलदपटलतुल्यं यौवनं वा धनं वा । सुजनसुतशरीरादीनि विद्युच्चलानि क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥