________________
બાર ભાવના
વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયની સુદ્રઢતા થવા માટે બાર ભાવના ચિતવવાનું તત્ત્વજ્ઞાનીઓ કહે છે. તેથી ભાવેની શુદ્ધિ થાય છે, તેથી ભેદવિજ્ઞાનની અને શુદ્ધ આત્મભાવનાની જાગૃતિ થઈ બેધિ સમાધિનું નિધાન એવું નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પામવા ભાગ્યશાળી થવાય છે.
હે બુદ્ધિમાને ! તમે કાનને પાવન કરનારી આ બાર ભાવનાઓ શ્રવણ કરી હદયમાં ધારણ કરે. તેથી પ્રખ્યાત અને અતિ અદ્દભુત સમતારૂપી વેલ કે જેનું મહત્પરુએ અત્યંત મહામ્ય કહેલું છે તે અંતરમાં ઊગી નીકળી મેહાંધકારને ટાળી દેશે.
સન્શાસ્ત્રના શ્રવણથી ઉદાર થયેલું અને વિવેકરૂપી અમૃતના કરવાથી આનંદ આપતું જેનું મન આ સદ્ભાવનાઓને આશ્રય કરે છે તેને કલ્પવૃક્ષ દૂર નથી. અને તેને પ્રકૃણ શાંતિરૂપ અલૌકિક સુખનું ફળ મળે છે.
હે ચેતન ! જગતના બધા ભાવે ક્ષણભંગુર છે. કેવળ નિત્ય, ચિદાનંદમય, જ્ઞાનાનંદમય, તારું પિતાનું આત્મસ્વરૂપ છે. તેને જોઈ, જાણુ, અનુભવી, આત્મિક સુખને અનુભવ કર. સત્પરુષે આ પ્રશમરસવાળા નૂતન અમૃતનું પાન કરી નિરંતર આનંદ ઉત્સવ કરે !