________________
૧૦૮
સમાધિ-સાધના
એમ સ્વભાવે રે હોય તે હે મને, અવર ન ઈચ્છા જરાય; હે આત્મન ! આ તત્વ તું પામીને, શાંત સુખી થા સદાય.
દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૫ વિસ્તૃત સંસ્કૃતિ માર્ગ ભમી ભમી, થાક્યા પ્રજ્ઞાવંત; તસ્વામૃત આ રે પાન કરે હવે; આણે એ શ્રમ અંત.
| દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૬ સૂક્ષ્મ અતિ તે રે સ્થૂલ અતિ વળી, એક અનેક સ્વરૂપ, સ્વસંવેદ્યસ્વભાવી અદ્ય એ, અક્ષર અનBરરૂપ.
દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૭ ઉપમા જેને રે કેઈ ઘટે નહીં, વચનાતીત અપ્રમેય; એહિ નિરાકુળ ભરપૂર શૂન્ય એ, નિત્ય છતાં એ અનિત્ય.
| દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૮ શરીર રહિત એ રે નિરુપાશિમયી, નિરાલંબ નિઃશબ્દ; ચિઘનરૂપી રે ઉત્તમ જાતિ એ, મન વાણીથી અલબ્ધ.
| દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૯ એમ સ્વરૂપ અત્યંત અગમ્ય એ, પરમાતમ દુર્લક્ષ્ય; તે સંબંધે રે વર્ણન અત્ર તે, ગગને ચિત્ર સદૃશ.
દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૧૦ શુદ્ધ સ્વરૂપે રે સ્થિત તે દૂર રહ્યા, પણ ચિંતન જે કરંત; જીવિત તેનું રે ગ્લાધ્ય જગે ઝગે, સુરગણુ પદ પૂજંત.
દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૧૧