________________
સમાધિ-સાધના
૧૦૭
સમરસરૂપી સુધાના સાગરને ઉછાળવામાં પૂર્ણચંદ્ર સમાન તે સહજાભાને હું વંદું છું.
આમ હેવાથી સમાધિસુખની પૃહાવાળે ભવ્ય જીવ સમસ્ત વચનરચનાને સર્વદા છેડીને જ્ઞાનાનંદ આદિ અતુલ મહિમાને ધારક એવા પરમ તત્વરૂપ નિજ સહજાત્મસ્વરૂપના અનુભવરૂપ અમૃતરસનો આસ્વાદમાં લીન રહીને એકાકી નિરાલંબપણે અસંગભાવે સર્વ જગતજાળને તૃણ સમાન તુચ્છ દેખે છે, અને તત્ત્વામૃતના આસ્વાદમાં મગ્ન પરમ સુખમાં વિરાજે છે.
૩ શ્રી પદ્મનદિ પચવિંશતિમાંથી
(મન મહિલાનું રે વહાલા ઉપરે–એ દેશી) શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ છે, તે હું નહિ સંદેહ, એવી પણ જ્યાં નહિ કઈ કલ્પના, ચેતન આનંદગેહ.
| દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૧ મક્ષપૃહા પણ મોહવશે કરે, મુક્તિ વિષે અંતરાય; • શાંતમુમુક્ષુ કે અન્ય સ્પૃહા તદા, કેમ કરે દુઃખદાય?
| દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૨ ચેતનમૂર્તિ રે એહિ જ એક હું, કંઈ પણ પર ન લગાર; કેઈ અવરથી રે મુજ સંબંધ નહિ, એ મુજ દૃઢ નિર્ધાર.
દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૩ શરીર વગેરે રે બાહ્ય પદાર્થની, ચિંતા તજતા સુસંત, શુદ્ધ સ્વરૂપે રે ચિત્તસ્થિતિ કરી, નિત્યાનંદે વસંત.
દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૪