________________
સમાધિ-સાધના
જાણનાર યાગી આત્મનિશ્ચય કરવામાં, આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં સ્ખલના પામતા નથી.
૧૦૧
જેની આત્મજ્યાતિ કર્મોની અંદર દબાઈ ગઈ છે તેવા મૂઢ જીવા આત્માની બીજી બાજુ અર્થાત્ પુદ્ગલમાં સંતાષ પામે છે. ત્યારે બહિર્ભાવમાં સુખની ભ્રાંતિથી નિવૃત્તિ પામેલા યાગીએ આત્માને વિષે જ સંતાષ પામે છે.
માટે પ્રાણાયામાદિ ક્લેશના પરિત્યાગ કરી, સદ્ગુરુને ઉપદેશ પામીને યાગીએ આત્મઅભ્યાસમાં પ્રીતિ કરવી.
જે પરમ તત્ત્વ (પરમાત્મા) તે આ, એમ કહેવાને સાક્ષાત્ ગુરુ પણ શક્તિમાન નથી, તે તત્ત્વ ઉદાસીનતામાં તત્પર રહેલા એવા યાગીને પોતાની મેળે પ્રગટ થાય છે.
ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે.'
અતિ ચપલ, અતિ સૂક્ષ્મ અને વેગવાન હેાવાથી દુ:ખે કી શકાય તેવા મનને વિશ્રામ લીધા સિવાય અને પ્રમાદ રહિત થઈ અમનસ્ક (ઉદાસીનતા) રૂપ શલાકા (સળી) વડે ભેઢી નાખવું.
અમનસ્કના ઉડ્ડય વખતે ચેાગી પેાતાના શરીરને વીખરાઈ ગયું હાય, ખળી ગયું હાય, ઊડી ગયું હાય, કે વિલય થઈ ગયું હોય તેમ અવિદ્યમાન જાણે છે. અર્થાત્ પાતાની પાસે શરીર નથી એમ જાણે છે.
મદોન્મત્ત ઇંદ્રિયરૂપ સર્પ વિનાના ઉન્મની ભાવરૂપ નવીન અમૃતના કુંડમાં મગ્ન થયેલા યાગી, અસદ્દેશ અને ઉત્કૃષ્ટ તત્ત્વામૃતના આસ્વાદના અનુભવ કરે છે.