________________
તવામૃતનો આસ્વાદ ૧ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય કૃત બોગશાસમાંથી
આત્મસુખના પ્રેમી યેગીએ અંતરાત્મા વડે બાહ્યાત્મભાવને દૂર કરી, તન્મય થવા માટે નિરંતર પરમાત્મભાવનું ચિંતન કરવું.
શરીરાદિકને આત્મબુદ્ધિએ ગ્રહણ કરનારને બહિરાત્મા કહીએ છીએ. શરીરાદિકને અધિષ્ઠાતા તે અંતરાત્મા કહેવાય છે.
શરીર તે હું છું એમ માનનાર, આદિ શબ્દથી ધન, સ્વજન, કુટુંબ, સ્ત્રી, પુત્રાદિ તે પિતાનાં માનનાર અને તેના સંગ વિયેગથી સુખદુઃખી થનાર બહિરાત્મા છે.
શરીરને હું અધિષ્ઠાતા છું, શરીરમાં હું રહેનાર છું. શરીર મારું રહેવાનું ઘર છે. અથવા શરીરને હું દ્રષ્ટા છું, ઘન સ્વજન કુટુંબ સ્ત્રી પુત્રાદિ એ સાંગિક, પર, મારા સ્વરૂપથી ભિન્ન છે. શુભાશુભ કર્મ વિપાકજન્ય આ સંગે છે. એમ જાણે સંગ વિયેગમાં હર્ષ-શોક ન કરતાં જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહે છે, સાક્ષીભાવે, નિર્મમત્વભાવે અબંધપરિણામે રહે છે તે અંતરાત્મા છે.
જ્ઞાનસ્વરૂપ, આનંદમય, સમગ્ર ઉપાધિવર્જિત, શુદ્ધ, ઇદ્રિય અગોચર અને અનંત ગુણવાન તેને જ્ઞાનીઓએ પરમાત્મા કહ્યો છે.
આત્માને શરીરથી સદાય જુદો જાણ, અને શરીરને આત્માથી જુદું જાણવું આમ આત્મા અને દેહને જુદાં