________________
૧૦૨
સમાધિ-સાધના ૨ શ્રીમદ્ કુંદકુંદાચાર્ય કૃત “નિયમસારમાંથી
રત્નત્રયરૂપ નિયમ (નિયમથી કરવા ગ્ય) એ મેક્ષને ઉપાય છે. તેનું ફળ પરમ નિર્વાણ છે. સમસ્ત કર્મને નાશથી સાક્ષાત્ મેળવાતે મહા આનંદને લાભ તે મેક્ષ છે. તે મહા આનંદને ઉપાય રત્નત્રયરૂપ પરિણતિ છે. અર્થાત્ મોક્ષને ઉપાય શુદ્ધ રત્નત્રયાત્મક આત્મા છે. જ્ઞાન આનાથી બીજું કેઈ નથી. દર્શન પણ આનાથી બીજું નથી જ. અને શીલ, ચારિત્ર પણ બીજું નથી.
સર્વજ્ઞકથિત સમસ્ત જ્ઞાનના ભેદને જાણીને જે પુરુષ પરભાવેને પરિહરી નિજસ્વરૂપમાં સ્થિત રહ્યો થકે શીઘ ચૈતન્ય ચમત્કાર માત્ર તત્વ સહજાન્મસ્વરૂપમાં પ્રવેશ કરી જાય છે—ઊંડે ઊતરી તેમાં જ તલ્લીન, નિમગ્ન થઈ જાય છે તે પુરુષ પરમશ્રી રૂપી મુક્તિસુંદરીને પતિ થાય છે, અર્થાત્ મુક્ત થાય છે.
પરિગ્રહનું ગ્રહણ છેડીને તેમજ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુદ્ધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને–આત્માને–ભાવ.
બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમતત્વસહજાન્મસ્વરૂપના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એ આ શુદ્ધ દૃષ્ટિવાળે પુરુષ, “સહજાન્મસ્વરૂપથી અન્ય કોઈ નથી એમ માનીને શીધ્ર પરમશ્રીરૂપી સુંદરીને વલ્લભ થાય છે.
અમારા આત્મસ્વભાવમાં વિભાવ અસત્ હોવાથી તેની અમને ચિંતા નથી; અમે તે હૃદયકમળમાં સ્થિત, સર્વ કર્મથી વિમુક્ત, શુદ્ધાત્માને, સહજાત્માને, એકને સતત અનુભવીએ છીએ, કારણ અન્ય કઈ પ્રકારે મુક્તિ નથી જ નથી.