________________
૪
સમાધિ-સાધના
મેક્ષલક્ષમી પ્રાપ્ત કરવાનું મેટામાં મોટું કારણ સર્વ પ્રકારના સંવરેમાં પણ મનને સંવર છે, એમ જાણીને સમૃદ્ધબુદ્ધિ જીવ કષાયથી ઉયન્ન થયેલા દુર્વિકલ્પને તજી દઈને, મનને સંવર કરે છે.
સંવર કરવાથી આ આત્મા તરત જ વગર પ્રયાસે નિઃસંગતાનું ભાજન થાય છે. વળી અસંગતા ભાવથી સંવર થાય છે માટે મેક્ષાભિલાષી આ બંનેને સાથે સાથે જ ભજે.
સંસારમાં આસક્ત થયેલા બાહ્યવૃષ્ટિવાળા જીવોને સુંદર સ્ત્રી અમૃતના ઘડા જેવી લાગે છે. તે સ્ત્રીને માટે ધન ઉપાર્જન કરે છે, અને તેને જ માટે મેહનિમગ્ન થઈને રાવણદિકની જેમ પ્રાણને પણ ત્યાગ કરે છે, પરંતુ જેઓ નિર્મળ અને એકાંત આનંદમય આત્મસ્વરૂપને જોવામાં દક્ષ થયેલા છે તેઓને તે સ્ત્રી એ મળ, મૂત્ર, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક વગેરે અશુચિપદાર્થનું પાત્ર માલુમ પડે છે. તેવી સ્ત્રીઓને ત્યાગ કરનાર જંબુસ્વામી વગેરેને ઘન્ય છે.
તે પુરુષને ઘન્ય છે કે જેઓ રંભા અને તિત્તમા જેવી યુવતીઓના સમૂહમાં રહ્યા છતાં એક ક્ષણ માત્ર પણ આત્મતત્વની રમણતાને મૂકતા નથી.
જેનું ચિત્ત ઇંદ્રિના વિષયને છેડીને સમાધિ સુખનું લાલસુ થયું છે તેવા આત્મામાં મગ્ન પુરુષોને નમસ્કાર છે.
જગતનાં તત્ત્વનું અવલોકન કરનાર, સ્વભાવસુખમાં મગ્ન થયેલાને અન્ય ભાનું કર્તાપણું હેતું નથી, માત્ર સાક્ષીપણું જ અવશેષ રહે છે.
જે નેહીઓને ભવદુઃખથી બચાવવાને તું શક્તિમાન