________________
સમાધિ સાધના
૯૩ સારી રીતે સીંચેલે લીંબડે કદી કેરી આપતું નથી. સારી રીતે ખવરાવીને પુષ્ટ કરેલી વંધ્યાગાય દૂધ દેતી નથી. રાજ્યભ્રષ્ટ એવા ખરાબ સંજોગોમાં આવેલા રાજાની સારી રીતે સેવા કરી હોય તે પણ તે લક્ષ્મી આપી ન્યાલ કરતે નથી; તેવી જ રીતે કુગુરુને આશ્રય કરવાથી તે શુદ્ધ ધર્મ અને મોક્ષ આપી અપાવી શક્તા નથી पूर्णे तटाके तुषितः सदैव, भृतेऽपि गेहे क्षुधितः स मूर्खः । कल्पद्रुमे सत्यपि हि दरिद्रो गुर्वादियोगेऽपि हि यः प्रमावी ॥
સદ્દગુરુ, સસંગાદિનો જોગ મળ્યા છતાં જે પ્રમાદ કરે તે પાણીથી ભરેલા તળાવ પાસે હેવા છતાં જેમ તરસ્યો રહે, ધનધાન્યથી ભરપૂર ઘર હોવા છતાં પણ તે મૂર્ખ જેમ ભૂખે રહે અને કલ્પવૃક્ષ પાસે હોવા છતાં જેમ દરિદ્રી રહે તેમ મળેલ પેગ વૃથા ખોઈ દે છે.
આત્મતત્વ પ્રકાશ કરીને ગુરુએ આપેલી શિક્ષામાં તલ્લીનતા પામી આ જીવ જ્યાં સુધી ગુરુતા પામે નહીં ત્યાં સુધી ઉત્તમ ગુરુની સેવા કરવી જોઈએ.
ઉગ્ર તપશ્ચર્યા, ધ્યાન, પરિષહજય વગેરે સત્વથી સાધી શકાય એવાં તે તું સાધવાને શક્તિમાન ન હોય, તે પણ ભાવના, સમિતિ અને ગુપ્તિ, જે મનથી જ સાધી શકાય તેમ છે, તેને હે મોક્ષાથી ! તું કેમ ધારણ કરતા નથી?
દુષ્ટ વચન આ લેક અને પરલેકમાં અનુક્રમે વેર કરાવે છે અને નરકગતિ પ્રાપ્ત કરાવે છે. અગ્નિથી બળેલું ફરીથી ઊગે છે, પણ દુષ્ટ વચનથી બળેલાં હોય તેમાં પછી ફરી વાર સ્નેહાંકુર ઊગતા નથી.