________________
૯૫
સમાધિ-સાધના નથી અને જેઓ તને બચાવવાને શક્તિવાળા નથી, તેઓ ઉપર છેટું મમત્વ રાખીને હે મૂઢ આત્મન ! તું પગલે પગલે શા સારુ શાક પામે છે?
પાપને વિચાર કર્યા વગર તે જે શરીરને પિષે છે, તે શરીર તારા ઉપર શું ઉપકાર કરશે ? તેથી તે શરીર માટે હિંસાદિક કર્મો કરતાં કાળને વિચાર કર. આ શરીરરૂપ ધૂતારાથી આખું જગત ઠગાયું છે.
જ્ઞાનદર્શનના સ્વભાવવાળો અને વિશુદ્ધ સુખસ્વરૂપ એ આત્મા પણ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે દોષ મહને જ છે.
મેહને ત્યાગ શુદ્ધ આત્મજ્ઞાને કરીને થઈ શકે છે. “જ્ઞાનાદિક અનંત ગુણપર્યાયવાળે, નિત્યાનિત્ય આદિ અનંત સ્વભાવવાળે, અસંખ્યપ્રદેશી, સ્વભાવપરિણામી, પિતાના સ્વભાવને જ કર્તા અને ભક્તા ઈત્યાદિ ગુણવાળે, શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ, એ આત્મા તે હું છું. હું અનંત સ્વાદુવાદ સત્તાને રસિક છું. એક સમયમાં ત્રણ કાળમાં અને ત્રણ લેકમાં રહેલા સર્વ દ્રવ્ય પર્યાની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશને જણાવનારું જે જ્ઞાન તે મારે (આત્માને) ગુણ છે.” એવા સહજાન્મસ્વરૂપી પિતાના આત્માને જાણનાર જ મેહને જય કરી શકે છે. બીજે જય કરી શકતું નથી. કેમકે મેહનીય કર્મ અતિ દુર્જય છે.
કર્મરહિત થવાના હેતુભૂત એવી એક નિર્વાણપદની એટલે મેક્ષપદની જ વારંવાર ભાવના કરાય, એટલે આત્માને તન્મય કરાય, સ્વરૂપમાં એકતા થાય તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, કે જે જ્ઞાનવડે આત્મા અનાદિકાળથી નહીં પામેલા આત્મ