________________
સમાધિ–સાધના
આનંદની પ્રવૃત્તિ થાય છે, અને અભ્યાસ વડે જ આત્મસ્વરૂપનું દર્શન થાય છે.
શાસ્ત્રમાં કહેલું ધ્યાનનું સ્વરૂપ જાણુને શાસ્ત્રમાં જ રહેવા દીધું હેય પણ જે તે ધ્યાનને અભ્યાસ ન કર્યો હોય તે તેવા શાસ્ત્રમાં જ રહેવા દીધેલા ધ્યાન વડે કંઈ પણ ફળપ્રાપ્તિ થતી નથી.
ઉત્સાહથી, નિશ્ચયથી, ભૈર્યથી, સંતેષથી, તત્ત્વનું જ્ઞાન થવાથી, અને જનપદને (દેશને) ત્યાગ કરવાથી એ છ અર્થ વડે વેગ સિદ્ધ થાય છે.
ઘણું જ ચેડાં અને તે પણ માની લીધેલાં (કરિપત) સુખ માટે તું, પ્રમાદયુક્ત થઈને, વારંવાર ઇંદ્રિના વિષયમાં શા માટે મેહ પામે છે? તે વિષયે પ્રાણીને સંસારરૂપ ભયંકર વનમાં ફેંકી દે છે, જ્યાંથી મેક્ષમાર્ગનું દર્શન પણ આ જીવને સુલભ નથી.
ભેગવતી વખતે માત્ર સુંદર લાગતા, પણ પરિણામે દુઃખ દેનારા વિષયસુખમાં તું કેમ આસક્ત થયે છે ? હે નિપુણ! પિતાનું હિત ઈચ્છનાર મૂર્ખ સાધારણ માણસ પણ કાર્યના પરિણામને તે વિચાર કરે છે. - જ્ઞાનચક્ષુથી ગર્ભાવાસ, નારકી વગેરેની વેદનાઓ વારંવાર જોયા પછી તારું મન વિષય-કષાય ઉપર ચોંટશે નહીં; માટે હે વિદ્વાન ! તું બરાબર તેને વિચાર કર.
પ્રવચનસારેદ્ધારમાં કહ્યું છે કે – रम्भाग समः सुखी शिखावर्णाभिरुच्चरयः, सूचीभिः प्रतिरोममेदितवपुस्तारुण्यपुण्यः पुमान् ।