________________
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું
પાંચ ઇંદ્રિય અને મનને સંયમ કરી અંતર્મુખ અવકન કરતાં, સાક્ષાત આત્મદર્શનરૂપ અનુભવ થતાં, હૃદયમાં અનુભવ દીપક પ્રગટે છે.
ઇદ્રિયે તમને જીત અને સુખ માને તે કરતાં તમે તેને જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશે.”
“મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું
એક મનને જીતતાં પાંચ ઇંદ્રિયે જિતાય છે, પાંચ ઇંદ્રિયે જિતાતાં ચાર કષાય, મન, અને પાંચ ઇંદ્રિ મળી દશેયને જય થાય છે. દશેયને જય થાય ત્યાં રાગદ્વેષ અને અજ્ઞાન કે મહાદિને નાશ થતાં આત્મા પરમાત્મા બને છે; અને અનંત સમાધિ સુખમાં અનંત કાળ માટે વિરાજિત થઈ પરમ કૃતાર્થ બને છે.
માટે ઇદ્રિને અને મનને જીતવાને સતત અભ્યાસ કર્તવ્ય છે.
અભ્યાસ એટલે વારંવાર આસેવન. તે વારંવાર આસેવનરૂપ અભ્યાસના યોગથી જ તત્વપ્રાપ્તિ થાય છે. તે કારણથી શાસ્ત્રમાં કહ્યું છે કે અભ્યાસ વડે આહાર જિતાય છે, અભ્યાસ વડે આસન જિતાય છે, અભ્યાસ વડે શ્વાસને જિતાય છે અને અભ્યાસ વડે અનિલત્રુટિ એટલે પવનને જય થાય છે, તથા અભ્યાસ વડે જ ચિત્ત સ્થિર થાય છે. અભ્યાસ વડે ઇંદ્રિય જિતાય છે, અભ્યાસ વડે પરમ