________________
સમાધિ-સાધના
૮૫
આત્મા આત્મસ્વરૂપમાં રમી રહે, ના અન્યભાવે ભમે, તે માટે ગુરુરાજ આપ શરણું એવું હું આજ્ઞા ક્રમે ભક્તિ હે ભગવંત! આપ પદની, આ રંકને હો સદા, આવા આ કળિકાળમાં પરમ એ આધાર હે સર્વદા. ૬ ધ્યાવું ધ્યાન સદાય આપ પદનું, ચિત્તે વસે સર્વદા, ભાવું ભાવન એક આપ પદનું, બીજું ન ચાહું કદા; નિત્યે જાપ જપું તું હિ તું હિ ૨ટું, વૃત્તિ સ્વરૂપે વહે, ચાહું બધિ સમાધિ રાજ પ્રભુશ્રી, સિદ્ધિ સમીપે રહે. ૭
NET