________________
૮૨
સમાધિ–સાધના
ત નથી. એટલા માટે તું પણ એવા પુરુષના પરાક્રમને યાદ કરી અપૂર્વ વીર્યને સ્કુરાયમાન કરી, કર્મરહિત નિત્ય શાશ્વત ચિદાનંદમંદિર એવા તારા શુદ્ધ ચિદૂરૂપ, શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં તલ્લીન થઈને આ શરીરને છોડી દે. જે એમ ન કરતાં સંક્લેશ પરિણામ સહિત દેહને છોડીશ તે સંસારનાં અનંત દુખેથી ચિરકાળ પર્યત વ્યાકુળ રહીશ. માટે સંકલેશ પરિણામને તજીને પરમ અસંગ ભાવે, વીતરાગ ભાવે, સમાધિપૂર્વક, આત્મભાવમાં તલ્લીન થઈને દેહને ત્યાગી દે.
સર્વ દ્રવ્ય ભાવકર્મ રહિત આનંદસ્વરૂપ એક પિતાને આત્મા જ મોક્ષાર્થીઓને ઉપાદેય વા ગ્રહણ કરવા ગ્ય છે, બીજાને આત્મા વા બીજું કાંઈ ઉપાદેય નથી, આ પ્રકારની શ્રદ્ધા તે જ પારમાર્થિક વા નિશ્ચય સમ્યગ્દર્શન છે. તથા સ્વસંવેદન જ્ઞાનથી તે શુદ્ધ આનંદમય ઉપાદેય સ્વરૂપ આત્માને મન, વચન, કાય ત્રણેથી વા શરીરથી ભિન્ન પૃથફ અનુભવ કરે તે નિશ્ચય સમ્યજ્ઞાન છે. અને અત્યંત તૃપ્ત વા તૃષ્ણા રહિત થઈને શુદ્ધ આનંદસ્વરૂપ અનુભૂત નિજ સહજ સ્વરૂપ આત્મામાં પિતાનું અંતઃકરણ તન્મય થઈ જતાં તે સહજાત્મામાં આત્માની અવસ્થિતિ અર્થાત સ્થિરતા તેને પારમાર્થિક ચર્યા અથવા નિશ્ચય ચારિત્ર કહે છે.
અર્થાત્ પિતાના આત્માને નિશ્ચય થવે એ જ સમ્યગદર્શન છે, પિતાના આત્માનું જ્ઞાન થવું એ જ સમ્યજ્ઞાન છે, અને પિતાના જ આત્મામાં સ્થિર થઈ જવું તે સમ્યક ચારિત્ર છે.
હે આરાધક! જે તું વારંવાર શ્રુતજ્ઞાનની ભાવનામાં પરિણત થઈને પુદ્ગલાદિ પરદ્રવ્યોમાંની અલ્પ પણ આક