________________
સમાધિ-સાધના
૮૧
નરકાદિ ચારેય ગતિઓમાં શારીરિક અને માનસિક દુખેથી ઉસન્ન થયેલ દાહની જવાલાએથી તું સંતપ્ત થયે છું.
પરંતુ હવે અત્યારે તે જ્ઞાની ગુરુના અમૃત સમાન બેધના બળે તને શરીર અને આત્માને ભેદ, ભિન્નતા, નિશ્ચિત થઈ ચૂક્યાં છે. તેથી વાસ્તવમાં ગાદિ દુઃખ શરીરને જ થાય છે, આત્માને નહીં, એમ જાણ. જે આત્મા ને શરીરને ભિન્ન ભિન્ન જાણે છે, આકાશને અને ભૂમિને જેટલું છેટું છે, ભિન્નપણું છે, તેટલું આત્માને અને શરીરને છેટું છે, ભિન્નપણું છે, એમ શરીરથી આત્માને કેવળ જુદ જાણે છે, તે પિતાના આત્માનો સાક્ષાત્ દર્શનથી ઉત્પન્ન થતા આનંદનો અનુભવ કરે છે. તેથી સુખથી પરમાનંદમાં રહે છે.
आत्मदेहान्तरज्ञानजनिताहलादनिर्वृतः । तपसा दुष्कृतं घोरं भुंजानोऽपि न खिद्यते ॥
–-સમાધિશતક આત્મા અને દેહની ભિન્નતાના જ્ઞાનથી ઉત્પન્ન થયેલ આનંદથી ભરપૂર મહાત્મા જ્ઞાની પુરુષ તપ વડે પૂર્વનાં ઘોર પાપકર્મોના ઉદયને ભેગવતાં પણ સમતા, શાંતિ, ધીરજ આદિ આત્મગુણેના અવલંબને આનંદમાં જ રહે છે પણ ખેદખિન્ન થતા નથી.
મહામુનિ ગજસુકુમાર, પાંડવાદિ મહાપુરુષ, સુકેશલ મુનિ, અવંતિસુકમાળ આદિ મેક્ષગામી મહાનુભાવોએ ઘેર મારતિક ઉપસર્ગોને પણ શાંતિથી, ધૈર્યથી, સમભાવે સહન કરી મેક્ષરૂપ ઈષ્ટપદાર્થ સિદ્ધ કર્યો છે, અને પિતાના પ્રાણને તજ્યા છે, પરંતુ પોતાના આત્માના ધ્યાનરૂપ મેક્ષના ઉપાયને