________________
૮O
સમાધિ-સાધના
આજ્ઞા સહજાત્મસ્વરૂપ એ જ આત્મા છે અને તે જ મારે છે, એમ ભાવના, ફૂઢ શ્રદ્ધા પરિણામ કરે.
* પાંચ સમવાય કારણ મળે ત્યારે કાર્યનિષ્પત્તિ થાય છે. અને તેમાં પુરુષાર્થ શ્રેષ્ઠ છે. માટે પુરુષાર્થ એ કર્તવ્ય છે. આજ્ઞા ઉપાસવી અને તેમ કરતાં સદા આનંદમાં રહેવું. મારું સ્વરૂપ તે જ્ઞાન-દર્શનચારિત્રમય આત્મા એ જ છે. અને તેનાથી અન્ય છે તે વિનાશી છે, તે તેને ખેદ છે? માટે ખેદ ન કરતાં સદા આજ્ઞામાં લક્ષ-ઉપગ રાખી વર્તતાં આનંદમાં રહેવું. આ જ કરવું છે એમ નિશ્ચય કરે અને આ જ ખરું વ્રત છે. આજ્ઞામાં ઉપગ, તેની ઉપાસના એ જ ખરું વ્રત આરાધવા ગ્ય છે. અનંતા જ્ઞાની જે થઈ ગયા છે તેને બધાને આ જ માર્ગ છે, આ જ આજ્ઞા છે, અને તે જ પ્રત્યક્ષપણે પરમકૃપાળુદેવે જણાવી છે. માટે પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધતાં સર્વ જ્ઞાનીની ઉપાસના આવી જાય છે.
આ બરાબર સ્મરણમાં રાખશે, ઉપગમાં રાખશે, અને એ જ માન્યતા એવી તે દૃઢ કરવી કે મરણ સમયે તે જ આપણને છે. એ જ લક્ષ રાખવે.
૨. શ્રી ધર્મામૃતમાંથી સદ્ગુરુ ઉપદેશ છે કે હે ભવ્ય ! શરીર અન્ય છે, હું અન્ય છું, શરીરથી હું કેવળ ન્યારે છું, ઇત્યાદિ ભેદજ્ઞાનરૂપી અમૃતના સરેવરમાં અવગાહન નથી કર્યું, શરીરને પિતાનું માન્યું છે, તેથી પિતાના માનેલા શરીરના સંબંધે એક કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ એ પાંચ સમવાય કારણ.