________________
માટે
સમાધિ-સાધના પરંતુ આ જે કહે છે, તે જ સત્ય છે. અને તે જ આજ્ઞા માન્ય હે ! એમ તૈયારી કરી રાખવી. સમયે સમયે જીવ મરી રહ્યો છે. માટે સમય માત્રને પ્રમાદ ન કરતાં “સમર્થ જોયા ના પ્રમાણ” એ વાક્ય યાદ રાખીને સમયે સમયે આજ્ઞામાં પરિણામ કરવાં. મારું તે એ પુરાણ પુરુષ પરમકૃપાળુદેવે જે કહ્યું છે તે એક માત્ર “સહજાન્મસ્વરૂપ” જ છે, અન્ય કોઈ મારું નથી. અંતરાત્માથી પરમાત્માને ભજાય છે. માટે અંતરથી દૃઢ શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી. આ સંજોગ-સંબંધ સ્ત્રી-પુત્ર, માતા-પિતા ભાઈ આદિ સર્વ પર્યાય છે, (કર્મજન્ય વૈભાવિક પર્યાય છે) અને નાશવંત છે, માટે તે કઈ મારાં નથી. મારા તે એક સસ્વરૂપી પરમકૃપાળુદેવ છે અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તે સહજાન્મસ્વરૂપી એક આત્મા જ છે. તે સહજાત્મસ્વરૂપ આત્મા છે, નિત્ય છે, એ આદિ છ પદ જે પરમકૃપાળુદેવે કહ્યાં છે તે સ્વરૂપવંત છે, એ મારે છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી કે મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજું કંઈ નહીં માનું. એ માનવાથી જ, એ માન્યતા રહેવાથી, તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે. જ્ઞાન-દર્શનચારિત્રમય સહજાન્મસ્વરૂપ આત્મા એ જ આપણે છે, એમ માનવું. જીવ પોતાની મેળે શ્રદ્ધા, ભાવના કરે એના કરતાં આ તે સાક્ષી થઈ, અમારી સાક્ષીયુક્ત થયું.
વિષય કષાયથી જુદું મારું સ્વરૂપ તે પરમકૃપાળુદેવે જે કહ્યું છે તે આજ્ઞા સહજાત્મસ્વરૂપ જ છે, એમ સમયે સમયે હૃઢ શ્રદ્ધાપૂર્વક વર્તવું અને તેમ કરતાં જે કંઈ આવે તે સહન કરવું. સહનશીલતાનો માર્ગ છે. પરમકૃપાળુદેવ પ્રબંધિત
છે અને
એક
દિ
માનવું અને