________________
મુખ્ય ટાઈટલ ઉપરના ચિત્રને પરિચાં
એક સાધુજી ક્રોધના આવેશમાં મરીને એક રાફડાની અા સર્પ રૂપે ઉત્પન્ન થયા. ક્રોધમાં મૃત્યુ પામેલ હોવાથી ઉગ્ર ઝેરવાવૈ ચંડકેશિયે નાગ છે. તેની દષ્ટિમાં પણ ભયંકર ઝેર હતું. કેઈની પર દૃષ્ટિ પડે તે તેને ઝેર ચડી જતું અને તે મરણશરણ થતાં આ નાગે એ રસ્તામાં નીકળતા અનેકને દંશ આપી પ્રાણ લીધેલા. જેથી લોકેએ તે રસ્તે ચાલવું જ બંધ કરી દીધું. એક સમયે પ્રભુ મહાવીરદેવ તે જ રસ્તે થઈને નીકળ્યા. ગોવાળીઆઓએ તેમને તે રસ્તે જતાં રોકયા ત્યારે પ્રભુએ કહ્યું કે તમે મારી કોઈ ચિંતા ન કરે. હું સર્વ જીવોનું કલ્યાણ કરવા ઇચ્છું છું. અને પ્રભુ જ્યાં ચંકેશિયાનું બિલ હતું ત્યાં રાફડા પાસે આવીને ધ્યાન ધરી ઊભા રહ્યા. ચંડકોશિયાને મનુષ્ય શરીરની ગંધ આવતાં રાફડામાંથી બહાર નીકળ્યો અને પ્રભુને પગે દંશ દીધે. તે લોહીને બદલે દૂધની ધારા પડવા લાગી. આ જોઈને તે વિચારવા લાગ્યો અને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. (પૂર્વના ભોનું જ્ઞાન.) અને ત્યાં પ્રભુએ પણ ધ્યાન પાળીને તેને કહ્યું, “બુઝબુઝ તું શું કરી રહ્યો છે? ક્રોધ કરીને તારી તિ વધારી રહ્યો છે વગેરે. તેથી તેને ખૂબ ખૂબ પશ્ચાતાપ. થયે અને પ્રભુની માફી માગી. તેણે કહ્યું, “પ્રભુ હવે હું આજથી હિંસા નહિ કરું મને ત્યાગ કરા, તથા જીવન સુધીને સંથાર કરા.” આમ મહાવીરે તે સપને ઉદ્ધાર કર્યો. નાગ શાંત થવાથી. લે કે એ એની પૂજા કરવી પ્રારંભ કરી, અને પૂજામાં દૂધ, સાકર વગેરે ચડાવવા લાગ્યા. તેથી કીડીઓ આવી અને નાગને ચટકા ભરવા લાગી. પરંતુ સર્પ શાંત ભાવે તે સહન કરવા લાગ્યો. ઘણી કીડીઓના સમૂહ મળીને ચટકા ભરવાથી શરીર ચાળણી સમાન થઈ ગયું પણ તે તે પ્રભુના ધ્યાનમાં મસ્ત રહીને વેદના ભૂલી ગયા તે તે મરીને આઠમા સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થયો. ક્રોધના પ્રભાવે સાધુમાંથી સર્પ થયા અને સમતાને પ્રભાવે સર્પમાંથી દેવ થયો. એ છે ભાવોનો મહિમા. તેને જે સમજી શુભને આશ્રય ગ્રહણ કરે, તે જ ભવ પાર કરે.