________________
અંબાજીનું દેવળ ધુમાડાથી કાળું થઈ ગયું છે. તથા હમેશાં ઘી અને નાળીએરના પાણીથી ગંદું જોવામાં આવે છે. વળી રંગમંડપમાં બાવાએ રહે છે તે પણ ઠીક નથી. શત્રુંજય માહાતમ્યમાં અંબિકા દેવીનું ચરિત્ર છે, તેમજ અંબાગિરિ તથા અંબાકુંડનાં નામ આવે છે. વળી કાળમેઘ, ઇંદ્ર, બ્રો, રૂ, મલ્લિનાથ, બલભદ્ર, વાયુ, ઉત્તરકુરૂની સાત માતા, કેદાર, મેઘનાદ, સિદ્ધિભાસ્ય, સિંહનાદ વગેરે અધિષ્ઠાયક દેવતાઓ પ્રત્યેક શિખરે તથા પ્રત્યેક વૃક્ષે નેમીશ્વરના ધ્યાનમાં તત્પર રહી સંઘના કષ્ટ દૂર કરે છે. તે અંબાના ગિરિથી દક્ષિણે ગોમેધ યક્ષ છે તથા ઉત્તરે મહાવાલા દેવી છે, તે પણ સંઘના વિશ્ન હરે છે. (શત્રુંજય માહાભ્ય). અંબાજીનું દેરું,
સ્નાત્રાદિ પૂજાએના કત્તા દેવચંદજીએ એક અતીતને સેપણું હતું. ત્યારથી ત્યાં અતીતને કબજે થયે એવી દંતકથા છે.
ત્રિીજી, ચોથી તથા પાંચમી ટુંક.
અંબાજીની ટુંક મુકી આગળ મુસાફરી કરીએ એટલે ઓઘડ શિખર આવે છે, તેને ત્રીજી ટુંક કહે છે. ત્યાં પ્રથમ નેમિનાથના પગલાં આવે છે. તેમાં સંવત ૧૨૭ ના શાક સુદી ૩ શનિને લેખ છે, તે ઉપરથી જણાય છે કે બાબુ ધનપતસિંહ પ્રતાપસિંહજીએ તે પગલાં સ્થાપેલાં છે. તેની પાસે
રહી છે તેમાં બા રહે છે. તેની પાસે છેક ટેચ ઉપર બૌદ્ધગુરૂ મત્સ્યદ્રનાથ (મઈદરનાથ), જે ગોપીચંદરાજાના